જાહેરાત:જિલ્લામાં 25 સેન્સીટીવ ઝોન ખાતે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટમાં 5 કિમીની ત્રિજ્યામાં નો ડ્રોન ઝોન
  • ટેલિફોન એક્સચેન્જ, બંદર, જેટકો, શિપ બ્રેકિંગ યાર્ડ, શેત્રુંજી ડેમ વિગેરેનો રેડ/યલો ઝોનમાં સમાવેશ કરાયો

ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સેટીવ ઝોન અથવા વાઈટલ ઈન્સ્ટોલેશનો જેવા કે, આઈ.ઓ.સી.-એલ.પી.જી. રીલીંગ બોટલીંગ પ્લાન્ટ તગડી, નવું ફિલ્ટર , જુનું ફિલ્ટર , મોબાઈલ ટેલિફોન એક્ષચેન્જ, રેલ્વે સ્ટેશન વર્કશોપ , ટેલીફોન એક્ષચેન્જ પાનવાડી , જેટકો સબ સ્ટેશન , એરપોર્ટ, ટી.વી. રીલે સેન્ટર , સ્ટીલ જેટી નવા બંદર, ફુડ ગોડાઉન જુના બંદર, આઈ.ઓ.સી. ડેપો જુના બંદર, હેડ પોસ્ટ ઓફિસ, ટ્રાન્સમીશન સ્ટેશન ચાવડી ગેટ, જેટકો સબ સ્ટેશન વરતેજ, ઘોધા બંદર, શીપ બ્રેકીંગ યાર્ડ અલંગ, ટેલિફોન એક્ષચેન્જ તળાજા, જેટકો સબ સ્ટેશન તળાજા, જેટકો સબ સ્ટેશન નેસવડ, મહુવા બંદર, ટેલિફોન એક્ષચેન્જ પાલિતાણા, જેટકો સબ સ્ટેશન પાલિતાણા, શેત્રુંજી ડેમ વગેરે સંસ્થાનોને રેડ/યલો ઝોનમાં ગૃહ મંત્રાલયની આદેશ મુજબ વર્ગીકૃત કરીને જિલ્લામાં કુલ -25 સ્થળોને રેડ/યેલો ઝોનમાં મુકવામાં આવેલ છે.

જિલ્લામાં સેન્સેટીવ વિસ્તારો/સંસ્થાનો તેમજ વાઈટલ ઈન્સ્ટોલેશનોને ડ્રોન (UAV) જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ગેરલાભ લઈ તેની સુરક્ષાને હાનિ ન પહોંચાડે તે સારૂ ઈન્સ્ટોલેશન સ્થળોના જણાવેલ વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન (UAV) નો ઉપયોગ ન થાય તે માટે પ્રતિબંધ તેમજ ભાવનગર એરપોર્ટની બાઉન્ડ્રી વોલથી 5 કિમીની ત્રિજ્યાને નો ડ્રોન ઝોન તરીકે સૂચિત કરવા દરખાસ્ત રજુ થયેલ છે. જે ધ્યાને લઈને પરવાનગી વગર ડ્રોન (UAV) નો ઉપયોગ ન થાય તે અંગેનું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.જે.પટેલે બહાર પાડ્યું છે. આ જાહેરનામાના ભંગ/ઉલ્લંઘન બદલ સજા થશે.

અન્ય સમાચારો પણ છે...