ઘોંઘાટ અને ધ્વનિ પ્રદૂષણ સામે સખત પગલાં:એર હોર્ન પર પ્રતિબંધ મુકો - ભાવનગર IMA

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર શાખા દ્વારા વર્લ્ડ હીયરિંગ ડે નિમિત્ત ઘોંઘાટ અને ધ્વનિ પ્રદૂષણ સામે સખત પગલાં લેવા જરૂરી હોવાનુ઼ જણાવાયું છે. ખાસ તો એરહોર્ન અને બિનજરૂરી હોર્ન પર પ્રતિબંધ મુકવો, હોસ્પિટલ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ડી.જે. ઉપર પૂર્ણ પ્રતિબંધ મુકવો. રાત્રે 10 વાગ્યા પછી ખુલ્લામાં ચાલતા ભજન, મ્યુઝિક, વ્યાખ્યાન જેવા ઘોંઘાટ કરતા પ્રોગ્રામ બંધ કરાવવા, રીક્ષા, ટ્રેકટર, બસ કે ખટારામાં મોટા અવાજે સંગીત વગાડવા પર પ્રતિબંધ મુકવો.

નાન મોટા ફંકશનમાં મોટા અવાજો, મ્યુઝિક કે ગીતો વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો. હેલ્પ લાઇનનો નંબર જાહેર કરી ફરિયાદ નોંધવી. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવાની માગ કરાઇ છે. અન્યથા ભવિષ્યની પેઢી બહેરી થશે તેવી ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...