તંત્રની બેદરકારી છતી થઈ:ભાવનગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોને મત આપ્યો તેના બેલેટના ફોટા વાયરલ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીમાં મતદાનની ગુપ્તતા જાળવવા બેલેટના ફોટા ધુંધળા કરવામાં આવ્યા છે. - Divya Bhaskar
ચૂંટણીમાં મતદાનની ગુપ્તતા જાળવવા બેલેટના ફોટા ધુંધળા કરવામાં આવ્યા છે.
  • આજે 244 ગ્રામ પંચાયતની મતગણતરી
  • મતદાન મથકમાં મોબાઇલ સહિતના ઉપકરણો પર પ્રતિબંધ હોવા છતાં બેલેટના ફોટા પાડ્યા, મતદાનની ગુપ્તતા જળવાઈ નહીં

ભાવનગર જિલ્લાની 244 ગ્રામ પંચાયતોની ગઇકાલે ચૂંટણી યોજાયા બાદ આવતીકાલે મંગળવારે મતગણતરી થશે. મતદાન મથકની અંદર તો નહીં પરંતુ મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં પણ મોબાઈલ સહિતના ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોય છે તેમ છતાં ભાવનગર જિલ્લાના ઘણા ગામોમાં મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જઈ મતદારે કોને મત આપ્યો બેલેટ પેપર નો ફોટો પાડી વાયરલ થતા મતદાનની ગુપ્તતા ભંગ થઈ હતી.

ભાવનગર જિલ્લાની 244 ગ્રામ પંચાયતની ગઈકાલે રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 68.56 ટકા જેવું મતદાન થયું હતું. અને 239 સરપંચ તેમજ 632 સભ્યોના ભાવિ પણ મતપેટીમાં સીલ થયા હતા. મતદાનની ગુપ્તા જળવાઈ રહે તે બાબતે ચૂંટણીપંચ પણ ગંભીર હોય છે જે માટે ચૂંટણી અગાઉ ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડી મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ સહિતના વીજાણુ ઉપકરણોનો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોય છે.

તંત્રની બેદરકારીને કારણે ગઇકાલે ચૂંટણી દરમિયાન ભાવનગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં મતદાન મથકની અંદર મતદાર મોબાઇલ લઇ જઇ કોને મત આપ્યો તેનો સિક્કો લગાવી તે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. જેને ચૂંટણીના પરિણામ પર અસર થવા સંભવ રહે છે. જોકે તે બાબતની કોઈ ફરિયાદ ચૂંટણી વિભાગમાં થઈ નહી હોવાનું જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...