ધાર્મિક:બજરંગદાસ બાપા મંદિરની ધજા INS વિરાટ પર લાગી, આજે મુંબઇથી અલંગ આવવા INS વિરાટ નિકળશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવનાર ઐતિહાસિક યુધ્ધ જહાજ આઇએનએસ વિરાટ શુક્રવારે મુંબઇના નેવલ ડોકયાર્ડમાંથી ટગ સી-ચીતા દ્વારા ટોઇંગ કરીને અંતિમ જળમુસાફરીનો પ્રારંભ કરશે. તે પૂર્વે ભાવનગર જિલ્લાના બજરંગદાસબાપા મંદિર બગદાણાની પવિત્ર ધજા શિપ પર ગુરૂવારે લગાવી અને પૂજા કરવામાં આવી હતી.

આઇએનએસ વિરાટને ખેંચીને અલંગમાં લાવનાર ટગ સી-ચીતા ગુરૂવારે જહાજ નજીક આવી ચૂકી હતી અને શિપને ખેંચવાના તમામ સાધનો ટગ સાથે કનેક્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં રીના ક્લાસ સર્વેયર દ્વારા જહાજ અને ટગ માટેના જરૂરી ટોવેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.9 (શ્રી રામ ગ્રીન શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ) ખાતે જહાજને ખેંચવા માટેની વિંચ, ચેઇન, કપ્પા સહિતના સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે, અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. 19300 મે.ટનના શિપને મુંબઇથી અલંગ એન્કરેજ સુધી પહોંચવા માટે 5 દિવસ લાગશે. કસ્ટમ્સ, જીએમબી, જીપીસીબી સહિતની સરકારી કામગીરીઓ ત્વરીત કરી શકાય તેના માટે સંકલન સાધવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...