તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્ન રજીસ્ટ્રેશન:કોરોના કહેર વચ્ચે પણ લગ્નની નોંધણી કરાવવા વર-કન્યામાં જાગૃતતા આવી

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લગ્ન નોંધણી ધ્વારા નવદંપતિનું ભાવિ સુરક્ષિત રહે છે

ભાવનગરમાં શહેરમાં કોરોના મહામારી હોવા છતા લોકોમાં લગ્ન રજીસ્ટ્રેશન કરવવામાં જાગૃતતા આવી છે. અને કોરોના સમય હોવા છતા ગયા વર્ષની સરખામણીએ વધારો થતો જોવા મળ્યો છે.

2019ની સાલમાં ભાવનગર મહાનગર પાલીકામાં 4525 લગ્નની નોધણી કરવામાં આવી હતી અને 2020ની સાલમાં માર્ચ માસથી કોરોના સંક્રમણે સમગ્ર વિશ્વ સાથે શહેરમાં પણ કહેર વર્તાવ્યો હતો. આ સમયમાં પણ વર-કન્યા દ્વારા લગ્ન નોંધણી કરાવવામાં એનો એજ રસ દાખવતા અને જાગૃતિ આવતા ચાલુ વર્ષના 10 માસમાં જ 3946 યુગલોએ લગ્નની નોંધણી કરી મેરેજ સર્ટીફીકેટ મેળવ્યા છે. ચાલુ સાલમાં નવેમ્બર અને ડિસેમ્બર માસમાં ભાવનગર શહેર અને જિલ્લામાં 2500 લગ્ન થવા છે. તે નવપરણિત યુગલો પણ લગ્ન નોંધણી કરાવવા ઉત્સુત હોય આ કોરોનાના સમયમાં પણ ગત સાલનો લગ્ન નોંધણીનો આંક વટાવી જાય તો નવાઇ નહિ રહે.

હવે લગ્ન નોંધણી ઓનલાઇન કરાવવા માટે ફોર્મ ઓનલાઇન ભરવાનુ હોવાથી લગ્ન કર્યા બાદ લગ્ન નોંધણી કરાવવામાં વર-કન્યા દ્વારા જાગૃતતા આવી છે. આપણે ત્યાં લગ્નને એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે. આથી જ આપણાં કાયદામાં લગ્ન રજીસ્ટ્રેશનની બાબત સમાવિષ્ટ કરવામાં આવી છે. કોઈ પણ દંપતિ માટે મેરેજ રજીસ્ટ્રેશનએ અનિવાર્ય બાબત છે. શિક્ષિત હોય કે અશિક્ષિત તેઓએ તેમની આ જવાબદારી નિભાવવી આવશ્યક છે. આ લગ્ન નોંધણી કેટલાક સંજોગોમાં આશીર્વાદરૂપ સાબિત થાય છે આજના યુવાધન માટે લગ્ન નોંધણી જરૂરી છે. લગ્ન નોંધણી ધ્વારા નવદંપતિનું ભાવિ સુરક્ષિત રહે છે.

લગ્ન નોંધણી એ બહુ જ સરળ પ્રક્રિયા છે. અને તેમાં સાવ સામાન્ય ખર્ચ થાય છે. લગ્ન નોંધણીમાં આવશ્યક ડોક્યુમેન્ટ્સની યાદી
- ફોર્મ નં 5 અને ફોર્મ નં 1(લગ્ન નોંધણી વિભાગ/ ઓનલાઈન ફોર્મ ઉપલબ્ધ છે.)
- વરનો પાસપોર્ટ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો.
- વરનું આઈડી પ્રુફ સરનામા સાથેનું.
- કન્યાનો પાસપોર્ટ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો
- કન્યાનું આઈડી પ્રુફ સરનામા સાથેનું.
- ગોર મહારાજ/કાજી/પાદરી આઈડી પ્રુફ સરનામા સાથેનું
- સાક્ષી નં.૨નું આઈ.ડી. પ્રુફ સરનામા સાથેનું
- કંકોત્રી ઓરીજીનલ.
- છૂટાછેડા કરેલ હોય તો તેનો આધાર જજ સાહેબનું હુકમનામું.
- વિધવા/વિધુર હોય તો તેનો આધાર
- લગ્નનો ફોટોગ્રાફ
- 200+200ની એગ્રીમેન્ટ સ્ટેમ્પ (ટીકીટ) પોસ્ટ ઓફીસથી પ્રાપ્ત થઇ શકશે.
- આ તમામ ડોક્યુમેન્ટ્સ લગ્ન નોંધણી માટે જરૂરી છે.

લગ્ન નોંધણી માટેની નિર્ધારિત ફી
- લગ્ન નોંધણીની યાદી 30 દિવસમાં રજૂ થઈ હોય તો રૂ.5/-
- લગ્ન નોંધણીની યાદી 30 દિવસ બાદ પરંતુ 3 માસ સુધી રજૂ થઈ હોય તો રૂા.15/-
- લગ્નની તારીખથી ૩ મહિના બાદ રૂા.25/-
- લગ્ન નોંધણી માટેના ફોર્મ લગ્ન નોંધણી રજીસ્ટ્રાર પાસેથી વિનામૂલ્યે મળી રહેશે.

કોરોનામાં પણ વર- કન્યા દ્વારા લગ્ન નોંધણી કરાઇ

માર્ચ-2020503
એપ્રિલ -20200
મે-202075
જુન-2020384
જુલાઇ-2020558
ઓગષ્ટ-2020331
સપ્ટેમ્બર-2020248

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો