આયોજન:લોકોમાં ધીરે ધીરે આવતી જાગૃતિઃ પ્રથમ દિવસે જ 4 પ્લાઝમા ડોનેશન અને કુલ 30 બોટલ રક્તદાન

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેતુબંધ માણેકવાડી મંડળ દ્વારા ત્રિ-દિવસીય પ્લાઝમા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા તા.29 ઓગસ્ટ થી લઈને તા.31 ઓગસ્ટ સુધીમાં રક્તદાન અને પ્લાઝમા ડોનેશન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં પ્રથમ દિવસે એક સાથે 4 લોકો દ્વારા પ્લાઝમા ડોનેશન કરવામાં આવ્યું હતું. સાથોસાથ અત્યારસુધીમાં 30 બોટલની રક્તદાન પણ કરવામાં આવ્યું છે.

સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા પ્લાઝમા ડોનેશન કરનાર સતિષભાઈ માંડાણી , અનિરુદ્ધ સિંહ ગોહિલ , જીગ્નેશભાઈ કાકડિયા અને ઉત્તમભાઈ માળી નું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના ની વિકટ પરિસ્થિતિમાં આવા કેમ્પનું આયોજન ખૂબ ઉપયોગી થશે. સોમવાર સુધી સાંજના 6 થી રાત્રિના 11 સુધી મિત્ર મંડળ દ્વારા ક્રેસન્ટ સર્કલ ખાતે કેમ્પ શરૂ રહેશે. સેતુબંધ માણેકવાડી મિત્રમંડળ દ્વારા તમામ ડોનરો નો આભાર માનવામાં આવ્યો હતો.

ભાવનગરમાં કોરોનામાં વધતા જતા કેસો બાદ દર્દીઓ પ્લાઝમાં દ્વારા વધુ ઝડપથી સાજા થઈ રહ્યા છે અને કોરોના થયેલ દર્દીમાંથી મોટ્ટા ભાગના સાજા થઈ ઘરે ગયા છે ત્યારે આ સાજા થયેલા દર્દીઓએ પ્લાઝમાં ડોનેશન માટે આગળ આવવું જોઈએ કારણ કે પ્લાઝમાંના ડોનેશનથી કોરોના પોઝિટીવ દર્દીની જિંદગી બચી જાય છે.

અન્ય સમાચારો પણ છે...