તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાવો:ભાવનગરમાં કોવિડની સ્થિતિને લઈ જાગૃત નાગરિકો દ્વારા કોર્ટમાં દાવો કરાયો, કોર્ટે નોટિસ ઈસ્યૂ કરી

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અધિકારીસ કલેકટર અને હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સામે દાવો
 • 6 તારીખે કોર્ટમાં હાજર રહેવા નોટિસ જારી કરવામા આવી

કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં દર્દીઓને સારવાર માટે આમથી તેમ રઝળપાટ કરવા પડે છે. તેમજ વેન્ટિલેટર ઇન્જેક્શનો અને ઓક્સિજન સહિતના પુરતા સાધનો ન હોય દર્દીઓને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે. જેને લઇને ભાવનગરના ચાર જાગૃત નાગરિકો દ્વારા ભાવનગર કોર્ટમાં ગુજરાત સરકાર સહિત ભાવનગરના જવાબદાર અધિકારીઓ સામે દાવો રજૂ કરવામાં આવ્યો છે.

હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ભાવનગરમાં હોસ્પિટલમાં જગ્યા મળતી નથી, વેન્ટિલેટર સાવ ઓછા છે, રેમડીસીવર ઇન્જેક્શન અને ઓક્સિજનનો પૂરતો જથ્થો નથી, દર્દીઓને સારવાર માટે આમતેમ રઝળપાટ કરવી પડે છે અને શહેરનું આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર દર્દીઓને તાત્કાલીક અને અસરકારક સારવાર આપવામાં ઉણું ઉતરેલ છે જેની વિગતો અને પુરાવાઓ સાથે ભાવનગર શહેરના ચાર જાગૃત નાગરિકો દ્વારા કોર્ટના દ્વારા ખખડાવવામા આવ્યા છે.

સિનિયર એડવોકેટ અગ્રણી હિરેન જાની, ચેમ્બર ઓફ કોમર્સ અને ઘરશાળાના પૂર્વ પ્રમુખ તથા પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ ઠક્કર પૂર્વ કોર્પોરેટર તથા સામાજિક અગ્રણી સબીરભાઈ ખલાણી સમાજિક અગ્રણીઓ ડો.નિલુભાઈ વૈષ્ણવે પોતાના વકીલ જીતુ ઉપાધ્યાય તથા પ્રશાંત જાની મારફતે પ્રતિવાદીઓ રાજ્ય સરકાર, આરોગ્ય સચિવ, આરોગ્ય નિયામક, મ્યુ.કમિશનર, મ્યુ.આરોગ્ય અધિકારી, કલેકટર અને સર.ટી હોસ્પિટલના સુપરિટેન્ડ સામે દાવો દાખલ કરી વચગાળાના આદેશાત્મક હુકમ પ્રતિવાદીઓ સામે કરવા માગણી કરી છે.

જેને લઇને કોર્ટે પ્રાથમિક સુનાવણી કરી દાવો દાખલ કરવા પરવાનગી આપી વચગાળાનો હુકમ બાબત પ્રતિવાદીઓ શું કહેવા માંગે છે તે જવાબ આપવા પ્રતિવાદીઓને તારીખ 6-5-2021 ના રોજ હાજર રહેવા નોટિસ જારી કરી છે. પ્રજા ને અસર કરતા ખોટા કૃત્ય સામે ઈલાજ મેળવવાની કાયદાકીય જોગવાઈ સી.પી.સી કલમ 91 છે તે મુજબ દાવો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો