એવોર્ડ:પાણીની ખારાશ દુર કરવા માટે સેન્ટ્રલ સોલ્ટના વિજ્ઞાનીને એવોર્ડ

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

CSIR-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI), ભાવનગરમાં કામ કરતા વૈજ્ઞાનિક અંશુલ યાદવને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી, કાનપુર, ઉત્તર પ્રદેશ દ્વારા ISEES-યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ-2023 એનાયત કરવામાં આવ્યો છે.

અંશુલ યાદવ મેમ્બ્રેન સાયન્સ એન્ડ સેપરેશન ટેકનોલોજી વિભાગમાં કાર્યરત છે. તા.16-18 ડિસેમ્બર 2022 દરમિયાન BHU, વારાણસી ખાતે યોજાનારી "સસ્ટેનેબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટલ ચેલેન્જીસ" પરની 7મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દરમિયાન આ એવોર્ડમાં પ્રશસ્તિ પત્ર, તકતી અને રોકડ રૂ. 25,000 હશે.

અંશુલ યાદવ મેમ્બ્રેન આધારિત (વેસ્ટ) વોટર ટ્રીટમેન્ટ ટેકનિકમાં વિશેષતા ધરાવતા વોટર ટ્રીટમેન્ટમાં કામ કરે છે. તે દરિયાઈ પાણી અથવા ઉચ્ચ ખારાશના પાણીને શુદ્ધ કરી શકે તેવા પટલની તપાસ કરવા માટે કામ કરી રહ્યા છે. તેઓને આ એવોર્ડ મળશે.

અન્ય સમાચારો પણ છે...