વિશેષ:એવોર્ડની રકમ શિક્ષક દંપતિ શાળામાં વાપરશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એવોર્ડમાં મળેલ તમામ રકમ શાળાના બાળકો માટે વપરાશે
  • ​​​ શિક્ષક દંપતિને ઍવોર્ડમાં મળેલ રકમ રૂ. 20,000 ઉપરાંત પોતાના 10,000 ઉમેરી કુલ 30,000 શાળામાં અર્પણ કર્યા

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત શિક્ષક દિન (5 મી સપ્ટેમ્બર) નિમિતે ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની કુંભણ કેંદ્રવર્તી શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતી રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટીનું સન્માન રાજ્યકક્ષાના સહકાર રાજ્યમંત્રી તથા પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે અને સાંસદ ભારતીબેન શિયાળની પ્રેરક ઉપસ્થિતિમાં શાલ ઓઢાડીને તથા સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

કુંભણ કેંદ્રવર્તી શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતિ રમેશભાઈ બારડને ઍવોર્ડમાં મળેલ રકમ રૂ.15,000 અને શીતલબેન ભટ્ટીને ઍવોર્ડમાં મળેલ રકમ રૂ.5000 આમ કુલ રૂ.20,000 ની રકમ સામે પોતાના રૂ.10,000 ઉમેરી કુલ રૂ.30,000 શાળામાં અર્પણ કરવામાં આવશે અને તેમાંથી વધુ રમકડાં બનાવવા માટેનો દંપતીએ નિર્ધાર કરેલ છે.

GCERT ગાંધીનગર પ્રેરીત અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા આયોજિત ઇનોવેશન ફેરમાં આ ઈનોવેટીવ શિક્ષક દંપતીએ પોતાના જાતે બનાવેલા 2000 જેટલા શેક્ષણિક રમકડાં રજુ કરી સૌના દિલ જીતી લીધા હતા. તેમજ શીતલબેન ભટ્ટીએ બાળમાનસ આધારિત શૈક્ષણિક રમકડા અને રમેશભાઈ બારડએ સંખ્યાજ્ઞાન આધારિત શૈક્ષણિક રમકડાં દ્વારા પોતાના અદભુત ઇનોવેશન રજૂ કર્યા હતા.

તેમના આ ઇનોવેશન માટે પૂ.મોરારી બાપુએ પ્રસન્નતા આશીર્વાદ લખી આપેલ છે.આ શિક્ષક દંપતીએ કોરોના સમયમાં વર્ક ફ્રોમ હોમના સમયગાળામાં 2000 જેટલા શૈક્ષણિક રમકડાંઓ જાતે બનાવી ઘરે ઘરે જઈને શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણ પૂરું પાડ્યું હતું તેમાંથી રમેશભાઈ બારડની મલ્ટીપર્પજ એજ્યુકેશનલ કાર્ટ રમકડા કૃતિએ નેશનલ કક્ષાના રમકડાં મેળામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભાવનગર જિલ્લા ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.

અન્ય સમાચારો પણ છે...