સજા:સગા માસુમ ભત્રીજાને ઘોઘાના દરિયામાં ડુબાડી હત્યા કરનાર કાકીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ઘર કામમાં જેઠાણી દેરાણી વચ્ચે થતાં ઝઘડામાં દેરાણીએ ભત્રીજાની હત્યાં કરી હતી
  • જેઠની ફરિયાદના આધારે બે વર્ષ રહેલાં હત્યારી કાકીની પોલીસે ધરપકડ કરી હતી

બે વર્ષ પૂર્વે ભાવનગર શહેરના શીશુવિહાર ઇબ્રાહીમ મસ્જીદ પાસેથી એક મહિલાએ ઘરકંકાસની દાઝ રાખી સગા અઢી વર્ષના માસુમ ભત્રીજાનું રિક્ષામાં અપહરણ કરી ઘોઘા દરિયાકાંઠે લઇ જઇ બાળકને દરીયામાં ડુબાડીને હત્યા કરી નાખી હતી. આ અંગેનો કેસ આજરોજ અત્રેની ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી મહિલા સામે હત્યાનો ગુનો સાબિતમાની આજીવન કેદની સજા ફટકારી છે.

આરોપી મહિલા રીઝવાનાબેન રીયાઝભાઇ કાથીવાલા તથા ફરીયાદી ઇબ્રાહીમભાઇ રજાકભાઇ કાથીવાલાની પત્ની બંન્ને સગી દેરાણી-જેઠાણી થતી હોવાથી ઘરકામ કરવા બાબતે ઝઘડાઓ થતાં હતાં. ત્યારે તા.19/9/2019ના રોજ પણ બંન્ને વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થઇ હતી. જેની દાઝ રાખી દેરાણીએ જેઠાણીના બે વર્ષીય માસુમ દીકરાનું અપહરણ કરી રિક્ષામાં ઘોઘા મોટા પીરની દરગાહ પાસે દરીયાકાંઠે લઇ જઇ દરીયામાં નાખી હત્યા કરી હતી.

આ બનાવ અંગે ફરીયાદી માસુમના પિતા ઇબ્રાહીમભાઇ રજાકભાઈ કાથીવાલાએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી મહિલા રીઝવાનાબેન રીયાઝભાઇ કાથીવાલા સામે ઇપીકો કલમ 302, 364, મુજબનો ગુનો નોંઘીયો હતો.

આ અંગેનો કેસ આજે ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકિલ વિપુલભાઇ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વગેરે ધ્યાને લઇ આરોપી મહિલા રીઝવાનાબેન રીયાઝભાઇ કાથીવાલા સામે ઇપીકો કલમ 302 મુજબના શીક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા ઇપીકો કલમ 364 મુજબના શીક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવી 10 વર્ષની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...