તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાયોમેટ્રીક્સમાં હાજરી:પંચાયતમાં હવે ચોપડે નહીં ચાલે હાજરી, બાયોમેટ્રીક ફરજિયાત

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 મી પછી થશે શિક્ષાત્મક કાર્યવાહી
  • જિલ્લા પંચાયતમાં 1લી સપ્ટેમ્બરથી ફરજીયાત બાયોમેટ્રીક્સમાં હાજરી

ભાવનગર જિલ્લા પંચાયત અને તેને સંલગ્ન કચેરીઓમાં અધિકારી કર્મચારીઓ ફરજમાં બેદરકાર ના રહે તે માટે ઓનલાઇન બાયોમેટ્રીક્સ અટેન્ડન્સ સિસ્ટમ દ્વારા હાજરી પુરવાનું શરૂ કર્યું હતું પરંતુ કોરોનાને કારણે ઓનલાઇન હાજરી બંધ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ઘણાં સમયથી કર્મચારીઓની 100 ટકા હાજરી કરતા અંતે આજ 1લી સપ્ટેમ્બર થી જિલ્લા પંચાયત અને તેના નિયંત્રણની કચેરીઓમાં તમામ વર્ગના અધિકારી કર્મચારીઓએ ઓનલાઇન બાયોમેટ્રીક્સ સિસ્ટમ દ્વારા જ ફરજીયાત હાજરી પુરવા ડીડીઓએ હુકમ કર્યો છે.

રાજ્ય સરકારે પણ ગત 7મી જુન થી કર્મચારીઓની હાજરી 100% સાથે રાબેતા મુજબ કામગીરીની સુચના આપી છે. તેમછતાં હજુ જિલ્લા પંચાયતને ઓનલાઇન બાયોમેટ્રીક્સ અટેન્ડન્સ યાદ આવ્યું નહીં. પરંતુ 1લી સપ્ટેમ્બરથી જિલ્લા પંચાયત અને તેના નિયંત્રણ હેઠળની તમામ કચેરીઓમાં વર્ગ 1 થી 4 ના તમામ અધિકારી કર્મચારીઓની હાજરી ઓનલાઇન બાયોમેટ્રીક્સ અટેન્ડન્સ સિસ્ટમથી ફરજીયાત પુરવા જિલ્લા વિકાસ અધિકારીએ સુચના અાપી છે.

જે તે કચેરીઓમાં સિસ્ટમ ચાલુ કર્યાનું પ્રમાણપત્ર પણ 15મી સપ્ટેમ્બર સુધીમાં આપવા તેમજ 15મી પછી કોઇ બાયોમેટ્રીક્સ સિસ્ટમ દ્વારા હાજરી નહીં પુરે તો તેની ગેરહાજરી ગણી તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ ચિમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...