પરંપરાને માન્યતા:પાલિતાણામાં નિલકંઠ મહાદેવ મંદિર પ્રશ્ને વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસો

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ પુજા પરંપરાને માન્યતા આપવામાં આવી છે
  • હિન્દુ ધર્મના જ બે સંપ્રદાય વચ્ચે ઝઘડો કરાવવા પ્રયત્ન કરાઈ રહયાં છે

પાલિતાણામાં નિલકંઠ મહાદેવ મંદીરનો પ્રશ્ન ચર્ચાસ્પદ બન્યો છે.આ પ્રશ્ને સંતોને કોઇ ગેરસમજણ ઉભી કરાવવામાં આવી રહી છે અથવા તો વર્ષોથી જૈન અને હિન્દુ બંને એક બની કોમી એખલાસથી કાર્ય કરી રહયા છે તેમાં કોઇ અવાંતર હેતુથી ફાટફુટ પડાવાના પ્રયાસ થઇ રહયો છે.\nનિલકંઠ મહાદેવ મંદિરના પ્રશ્ને શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટને પુછતા જણાવાયુ છે કે જે દુધ અને ફુલથી ભગવાન આદિનાથ અને અન્ય તિર્થંકરોની પુજા-પક્ષાલ થાય છે તેજ દ્રવ્યો વડે હિન્દુ પુજારી દ્વારા નિલકંઠ મહાદેવના મંદિરમાં પણ પુજા અર્ચના વગેરે ધાર્મિક વિધી થઇ રહી છે.

ટ્રસ્ટના વહિવટ હેઠળના આ મંદિરમાં શણગાર વગેરે પણ નિયમિત થાય છે. ત્યારે ધજા ઉતારી લેવાનો તો કોઈ પ્રશ્ન જ નથી.સ્વામી શરણાનંદજી વંદનિય સંત છે પણ કેટલાક લેભાગુ તત્વો વારંવાર આ મુદ્દો ઉભો કરી પોલીસ ખાતામાં,સરકારમાં ખોટી અરજીઓ કરે છે અને તેમના મલિન ઇરાદાઓ બર લાવવા માટે હિન્દુ ધર્મના જ બે સંપ્રદાય વચ્ચે ઝઘડો કરાવવા પ્રયત્ન કરી રહયાં છે પણ સમાજના પ્રબુધ્ધ અને શ્રધ્ધાળુ લોકો તેમનો ઇરાદો સફળ થવા દેશે નહીં.2021માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ પ્રસ્થાપિત પુજા પરંપરાને માન્યતા આપી છે.

ભરતભાઇ રાઠોડ શખ્સ દ્વારા વારૈવાર હિન્દુ અને જૈન વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસો અંગે સરકારમાં પણ રજુઆત કરાયેલ છે.કોઇપણ ગેરસમજણ હોય તો તે દુર કરવા અન્ય આગેવાનો સાથે સંવાદ કરવા ટ્રસ્ટ હંમેશા તૈયાર જ છે. પાલિતાણાનું એખલાસ ભર્યુ વાતાવરણ જળવાય તે માત્ર સરકારની જ નહીં આપણા સોની ફરજ છે.

સ્વામીજીના ઉપવાસ આંદોલન અંગે મુખ્યમંત્રીને રજુઆત
નીલકંઠ મહાદેવ મંદિર રક્ષા સમિતિના નેજા હેઠળ ધાર્મિક માગણીની ન્યાયહિત માટે ચાલતા ઉપવાસમાં બેઠેલા પુ. સ્વામી શરણાનદ બાપુના આંદોલનના આજે ચોથા દિવસના ઉપવાસની ગંભીરતા લઈ આજે સૌરાષ્ટ્રના તેમજ ગુજરાતના સોં આખાડા પરિષદના સંતો તેમજ મહેન્દ્રસિંહ સરર્વયા,ભીખાભાઈ બારૈયા આજે ઉપવાસ આંદોલનને લઇને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળ્યા હતા આ સાથે સંતો દ્વારા બેઠક યોજાઈ હતી અને જો માંગ પુરી નહીં થાય તો અનશનમાં સમગ્ર ગુજરાતના સંતો પાલીતાણા આવશે.આ બાબતે સરકાર દ્વારા બે દિવસમાં આ પ્રશ્નને ન્યાય મળશે એવી હાલ ખાત્રી આપી છે.

અન્ય સમાચારો પણ છે...