મહુવામાં અવારનવાર નાના નાના ઝગડાઓ થતા આવ્યા છે જેમાં મુખ્ય કોળી સમાજ અને મુસ્લિમ સમાજ વચ્ચે જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા મહુવાના શિંગલ વિસ્તારમાં કોળી સમાજ અને મુસ્લિમ સમાજના યુવાન વચ્ચે કોઈ કારણોસર નાની મોટી બોલાચાલી થઈ હતી. જે જોત જોતા ઉગ્ર સ્વરૂપે બદલાઈ ગઈ હતી અને બંને સમાજના લોકો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો બાદમાં પોલીસ દ્વારા મામલો થાળે પડ્યો હતો.
આ બનાવ બાદ મહુવા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમભાઈ બામુસા દ્વારા મહુવામાં શાંતિ જળવાઈ રહે તે માટે કોળી સમાજ ભાવનગર જિલ્લાના વીર માંધાતા કોળી સમાજ સંગઠનના અધ્યક્ષ રાજુભાઇ સોલંકીનો સંપર્ક કરી બંને સમાજમાં થતી ગેરસમજને દૂર કરવાના પ્રયાસો હાથ ધરી મામલો થાળે પાડવા તલગાજરડા ખાતે મહુવા મુસ્લિમ તેમજ કોળી સમાજના આગેવાનો વચ્ચે સમાધાન મિટિંગ ગોઠવાઈ હતી.
જેમાં મહુવાની સુખ શાંતિ અને આર્થિક પ્રગતિ થાય અને ભાઈચારાનો સંદેશ આપતા બંને સમાજના લોકોએ ગળે મળી તમામ ઝગડાઓ પર પૂર્ણવિરામ મૂકી મધ્યસ્થથી કરતા બંને સમાજના આગેવાનોનું બહુમાન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.