તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરાટ અને વિવાદ:બ્રિટિશ ટ્રસ્ટ દ્વારા યુદ્ધ જહાજ વિરાટને બ્રિટન લઈ જવા માટે પ્રયાસો, બ્રિટન એને મેરીટાઇમ મ્યુઝિયમમાં તબદિલ કરવા તૈયાર

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વધુ એક પ્રકરણ ઉમેરાયું અલંગમાં પ્લોટ નં.9માં, વિરાટને ભાંગવાની કામગીરી શરૂ કરાઈ

વિવાદ અને વિરાટ વચ્ચે સાપેક્ષ સંબંધ હોય એ રીતે સતત એક વર્ષથી પ્રચાર-પ્રસાર માધ્યમોને ધમરોળી રહ્યું છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં વિરાટના ભાંગવાની શરૂઆત થઇ ચૂકી હોવા છતાં બ્રિટિશ ટ્રસ્ટ દ્વારા આ યુદ્ધ જહાજને બ્રિટનમાં મ્યુઝિયમ માટે લઈ જવા માટે ભારત અને બ્રિટનના વડાપ્રધાનને પત્ર લખી તત્કાળ હસ્તક્ષેપ કરવા અરજ કરી છે.

હર્મિસ વિરાટ હેરિટેજ ટ્રસ્ટ દ્વારા ભારત અને બ્રિટનના વડાપ્રધાનોને પત્ર લખી અને માગ કરી છે કે ઐતિહાસિક યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટને તેઓ બ્રિટનમાં પરત લઇ જઇ મેરીટાઇમ મ્યુઝિયમમાં તબદિલ કરવા માટે તૈયાર છે. જો બંને દેશોના વડાપ્રધાનની સહમતી પ્રાપ્ત થશે તો ટ્રસ્ટ દ્વારા લિવરપૂલ સિટી સેન્ટરની સામે વિશ્વ સ્તરનું મેરીટાઇમ મ્યુઝિયમ આકાર લેશે.

બ્રિટનના ટ્રસ્ટ દ્વારા મુંબઇની એનવિટેક મરીનને સાથે રાખીને વિરાટને ગોવા ખાતે મ્યુઝિયમમાં તબદિલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. 4થી ડિસેમ્બર ભારતમાં નેવી-ડે તરીકે ઊજવવામાં આવે છે, એ દિવસે જ રક્ષા મંત્રાલય દ્વારા વિરાટ અંગે ના-વાંધા પ્રમાણપત્ર આપવા અંગે અસમર્થતા વ્યક્ત કરાઈ હતી.

ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા વિરાટ અંગેના દરવાજા બંધ કરાયા બાદ મુંબઇની એનવિટેક મરીન દ્વારા વિરાટને મ્યુઝિયમમાં ફેરવવા અંગે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવાની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ, શ્રીરામ ગ્રુપના સીએમડી મુકેશ પટેલના જણાવ્યા પ્રમાણે, વિરાટને ભાંગવાની શરૂઆત થઇ ચૂકી છે. સોમવારે સાંજ સુધીમાં 5% જેટલું કટિંગ થયું છે. જહાજ ભાંગવા માટે અમારી રુટિન પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે.

વિરાટ: મોડે મોડેે સૌની ડહાપણની દાઢ ફૂટી !
ભારતના ઐતિહાસિક યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટને ભાંગવા માટે મોકલવાની કાર્યવાહી ડિસેમ્બર-2019થી શરૂ થઇ ચૂકી હતી. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે આ જહાજ આવી પહોંચ્યા બાદ જ એનવિટેક મરીન મુંબઇ, બ્રિટિનનું હર્મિસ વિરાટ હેરિટેજ ટ્રસ્ટ સહિતના લોકો શા માટે મેદાને આવ્યા?. આઝાદી પૂર્વે આ જહાજનું નિર્માણકાર્ય શરૂ થયું હતું, તો આ જહાજને મ્યુઝિયમમાં તબદિલ કરવું કેટલું સલામત ગણાય? આ તમામ બાબતો અનેક શંકાઓને જન્મ આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો