તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:છરીની અણીએ સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કરાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગુરૂવારે વહેલી સવારે ઘરમાં ઘુસ્યા હતા

શહેરમાં એક સગીરાના ઘરમાં બે શખ્સોએ ઘુસી તેને છરી બતાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યા અંગેનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જોકે એ જ સમયે સગીરાના માતા-પિતા જાગી જતાં બંન્ને ઈસમો નાસી છુટ્યા હતા. આ મામલે સગીરાના પિતાએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

એક 15 વર્ષની સગીરા ગત તા.26/8ના વહેલી સવારે 5 વાગ્યા આસપાસ જાગી હશે ત્યારે તેના ઘરમાં પપ્પુ હસન ગનેજા અને શાહરૂખ ઉર્ફે સાકરો ઉર્ફે હુરીયો (બંન્ને રહે. ભાવનગર) તેના ઘરમાં ઘુસી સગીરાને છરી બતાવી તેની પાસે બિભિત્સ માંગણી કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ સમયગાળા દરમિયાન સગીરાના માતા પિતા જાગી જતા બંન્ને ઈસમો નાસી છુટ્યા હતા. આ બનાવ અંગે સગીરાના પિતાએ બોરતળાવ પોલીસ મથકમાં ઉક્ત બંન્ને ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંન્ને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...