ચોરીનો પ્રયાસ:શિવાજી સર્કલ પાસેની સોનીની દુકાનમાં ચોરીનો થયો પ્રયાસ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના ઘોઘારોડ પર પેટ્રોલપંપની બાજુમાં આવેલી રાધિકા જ્વેલર્સ નામની દુકાનમાં ગત રાત્રીના અઢી વાગ્યાના અરસામાં અજાણ્યા ચોરે ઘુસી દુકાનમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતું ચોરને કંઈ હાથ લાગ્યું નહોતું. દુકાન માલિકના જણાવ્યા અનુસાર ગત રાત્રીના અઢી વાગ્યા આસપાસ ચોર દુકાનમાં ઘુસ્યો હતો.

પરંતુ મોટે ભાગે ઈમિટેશન જ્વેલરી હોવાથી કંઈ મોટી ચોરી થઈ નથી. આ અંગે પોલીસને જાણ કરતા ભરતનગર પોલીસ દોડી ગઈ હતી. આ દુકાનની બાજુમાં આવેલી અજય પાન નામની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ચોર દેખાયો હતો. ઉલ્લેખનિય છે કે, ઘોઘા રોડ વિસ્તારમાં આ અગાઉ પણ ચોરીના બનાવો બની ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...