તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:અળવ ગામે યુવાનની હત્યા કરી લાશને સળગાવી દેવાનો પ્રયાસ

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદના રાણપુર તાલુકાના અળવ ગામે રહેતા 18 વર્ષના મહેશભાઇ જીવણભાઇ સોલંકી નામના યુવાનની કરપીણ હત્યા કરીને જ્વલનશીલ પ્રવાહી છાંટી લાશને સળગાવવાનો પ્રયાસ થયો હતો. આ હત્યા આડા સંબંધોને આધારે થઇ હોવાની ચર્ચા છે. મૃતદેહને સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી પી.એમ. માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ સાચી બાબત જાણવા મળશે.

મહેશ અભ્યાસ કરતો હતો પણ કોરોનાને લીધે ભણતર બંધ હોય હાલ ગેેરેજમાં કામ કરતો હતો. ગઇ કાલે સવારે બોટાદ રોડ પર આવેલા ગેરેજ જવા માટે ઘરેથી નિકળ્યો હતો. રાત્રિના 8.30 કલાક સુધી ઘરે ન આવતા તેના પિતાને ચિંતા થઇ હતી. દરમિયાનમાં તેનો મૃતદેહ ઓકળામાં પડ્યો હોવાની જાણ તેના પિતા જીવણભાઇને થતા તે બોટાદથી અળવ જવાના રોડ પર આવેલા ભોજાવદરના ઓકળા પાસે ગયેલા જ્યાં મૃતકની અર્ધબળેલી લાશ મળી આવી હતી. માથા અને નાકમાંથી લોહી નીકળતું હતુ. આ બાબતે પોલીસે આજે તપાસ હાથ ધરી આ પ્રકરણમાં પોલીસે તત્કાલ તપાસ હાથ ધરી આ હત્યાના ગુનેગારને ઝડપી લેવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...