હુમલો:તળાજા સબ ડિવિઝનના વીજ કર્મી પર હુમલો, વીજ ચેકિંગમાં વીજ ચોરી જણાતા નિયમ મુજબ કાર્યવાહી કરી હોવાની દાઝ રાખી માર માર્યો

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તું તે દી' મારા ઘરે ચેકિંગ કરવા આવેલો તેજ છો ને?

તળાજા સબ ડિવિઝન પીજીવીસીએલની કચેરીના કર્મચારીને તળાજાના દરબારગઢ વિસ્તારના નવ લોકોએ મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પામી છે.

તળાજા 2-સબ ડિવિઝન પીજીવીસીએલની કચેરીમાં ઈલેક્ટ્રીક આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ ભાણશંકરભાઈ જાળેલા (રહે. ઠાડચ, તા. પાલિતાણા)એ તળાજા પોલીસ મથકમાં આશિષ અરવિંદસિંહ વાળા (રહે. તળાજા) તથા અન્ય આઠ અજાણ્યા માણસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 3/10ના રોજ રાત્રીના 10.30 કલાક વાગ્યાના અરસામાં ડીમ લાઈટની ફરિયાદ મળતા સ્થળ પર તેઓ સ્ટાફ સાથે ગયા હતા ત્યારે અગાઉ 30/9ના રોજ દરબારગઢમાં રહેતા આશિષ અરવિંદસિંહ વાળાના ઘરે વીજ ચોરી અંગેની કાર્યવાહી કરી હોય જેની દાઝ રાખી ઉક્ત શખ્સે તેમની પાસે આવીને કહ્યું કે, તું તે દિવસે મારા ઘરે ચેકિંગ કરવા આવેલો તેજ છો ને? અને તેના મિત્રોને બોલાવતા અજાણ્યા 8 શખ્સો હાથમાં તલવાર ચાકુ જેવા હથિયારો વડે આવી અપશબ્દો કહી, જાનથી મારી નાખવાની ધમકી આપી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે તળાજા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...