બોગસ બિલિંગ કાંડ:CGST પર હુમલાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત, દેશવ્યાપી બોગસ બિલિંગનું એપી સેન્ટર ભાવનગર!

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નવાપરામાં મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 3211માં તપાસ - Divya Bhaskar
નવાપરામાં મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 3211માં તપાસ
  • ઇપણ ચમરબંધીને છોડતા નહીં- ઉચ્ચકક્ષાએથી છૂટ્યા આદેશ
  • ફ્લેટ નંબર 321માં મારવામાં આવેલા સીલ ખોલ્યા હતા અને અધિકારીઓને તેમાંથી અનેક ચોંકાવનારા દસ્તાવેજો હાથ લાગ્યા

ભાવનગર ખાતે બુધવારે સાંજે દરોડા દરમિયાન સીજીએસટીના અધિકારીઓ, કર્મચારીઓ ઉપર કરવામાં આવેલા હુમલાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સરકારી કર્મીઓ પર બોગસ બિલિંગના રેકેટે ચલાવનારા કુખ્યાત લોકો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવતા તમામ સરકારી તંત્ર એક બની પગલા લઇ રહ્યા છે.

માળીવાળા ખાંચામાં બાગે રસૂલ ફ્લેટમાં એ-401માં તપાસ હાથ ધરાઈ
માળીવાળા ખાંચામાં બાગે રસૂલ ફ્લેટમાં એ-401માં તપાસ હાથ ધરાઈ

દેશ વ્યાપી મોટું બોગસ બિલિંગનું નેટવર્ક ભાવનગરમાં
દરોડાની કાર્યવાહી દરમિયાન સીજીએસટીના અધિકારીઓએ નામ ઘોષિત નહીં કરવાની શરતે જણાવ્યુ હતુકે, આ એકલ-દોકલ ચોરીનો કેસ નથી, દેશ વ્યાપી મોટું બોગસ બિલિંગનું નેટવર્ક ભાવનગરથી ચાલી રહ્યું છે, અને તેને નાબૂદ કરવા માટે તમામ સરકારી વિભાગોનો સહકાર લઇ કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. સીજીએસટીના અધિકારીઓને મળેલો બાતમીના આધારે બુધવારે સાંજે મહારાષ્ટ્રના થાણેમાં રજીસ્ટર કરાવવામાં આવેલા જીએસટી નંબરથી બોગસ બિલ ભાવનગરના નવાપરામાં આવેલા મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.321માંથી બનાવવામાં આવી રહ્યા હોવાની બાબત આઇ.પી.એડ્રેસના આધારે ખુલતા દરોડા પાડવામાં આવ્યા હતા.

અધિકારીઓને અનેક ચોંકાવનારા દસ્તાવેજો હાથ લાગ્યા
​​​​​​​
દરોડા દરમિયાન અધિકારીઓને આરોપીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો.આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા ગુરૂવારે મોડી સાંજે પોલીસ કાફલો અને સીજીએસટીના અધિકારીઓ નવાપરામાં મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 321માં મારવામાં આવેલા સીલ ખોલ્યા હતા અને અધિકારીઓને તેમાંથી અનેક ચોંકાવનારા દસ્તાવેજો હાથ લાગ્યા છે. જો કે બુધવારે સાંથે અધિકારીઓ પર આરોપીઓએ કરેલા હુમલા દરમિયાન કોમ્પ્યુટર, પ્રીન્ટર, સીસીટીવી કેમેરાનું રેકોર્ડર લઇને નાસી ગયા હતા.

કલ્ચરની ઓફિસમાંથી હુક્કાબારનો સામાન મળી આવ્યો
​​​​​​​
દરમિયાન આરોપીઓ પૈકીના વલી હાલારી અને તોફિક હાલારીના નવાપરા માળીવાળા ખાંચામાં બાગે રસૂલ ફ્લેટમાં એ-401માં તપાસ હાથ ધરી હતી, જો કે પુરૂષવર્ગ હાજર નહીં હોવાથી મહિલાઓના નિવેદનો લેવાયા હતા, અને તપાસ દરમિયાન સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી આવ્યુ હતુ. આ ફ્લેટની અગાસીમાં ગેરકાયદે બનાવવામાં આવેલી કોર્પોરેટ કલ્ચરની ઓફિસ ખોલાવી હતી, જેમાંથી હુક્કાબારનો સામાન મળી આવ્યો હતો. ઉપરાંત પોલીસ અધિકારીઓ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ ઓફિસરને સ્થળ ઉપર બોલાવી, જો ઓફિસ ગેરકાયદે હોય તો હટાવવા ટકોર કરી હતી.

આરોપીઓને સજા કરાવવા સુચનાઓ
​​​​​​​​​​​​​​
અમદાવાદમાં એસજીએસટીના અધિકારીઓ પર માધવ કોપર લિમિટેડના નિલેશ પટેલ દ્વારા, સિહોરમાં ગોપાલ રોલિંગ મિલના ગોપાલભાઇ દ્વારા સીજીએસટીના અધિકારીઓ પર કરવામાં આવેલા હુમલા બાદ વધુ એક ઘટના બનતા ઉચ્ચકક્ષાએથી તમામ સરકારી વિભાગોને સંકલન કરી અને આરોપીઓને સજા કરાવવા સુધી અને કોઇપણ ચમરબંધીને નહીં છોડવા સુચનાઓ આપવામાં આવી છે.

મહેક ફ્લેટમાં રહેતા તમામના નિવેદનો નોંધવા ASPનો આદેશ
સીજીએસટી અધિકારીઓ પર નવાપરાના મહેક ફ્લેટમાં બોગસ બિલિંગ આચરી રહેલા લોકો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભાવનગર એએસપી દ્વારા તમામ ફ્લેટના રહીશોના નિવેદનો નોંધવાનો આદેશ આપ્યો હતો.

આરોપીઓને જબ્બે કરવા ઉચ્ચકક્ષાએથી આદેશ અપાયા
સીજીએસટીના અધિકારીઓને માર મારવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાતો ઉચ્ચકક્ષાએ પડતા, તુરંત આરોપીઓ જે જે ગુનામાં સામેલ હોય તેની સામે કડક પગલા ભરવા અને આરોપીઓને જબ્બે કરવા ઉચ્ચકક્ષાએથી આદેશ છોડવામાં આવ્યા છે.

કારમાં આગળનો નંબર શક્તિસિંહનો, પાછળનો નંબર તોફિક હાલારીનો
નવાપરાના બાગે-રસૂલ ફ્લેટના પાર્કિંગમાં આરોપીઓ પૈકી એકની કાર મળી આવી હતી. જેમાં કીયા-શેલ્ટોસ કારમાં આગળની નંબર પ્લેટ જીજે-04-ડીએન-800 હતી, જે આઇ-20 કારનો નંબર છે, અને કોઇ શક્તિસિંહના નામે નોંધાયેલી છે. જ્યારે શેલ્ટોસ કારમાં પાછળ નંબર પ્લેટ જીજે-04-ડીએન-8008 હતી અને તે તોફિક હાલારીના નામે નોંધાયેલી છે.

પોલીસે નવાપરાના બાગે-રસૂલ ફ્લેટમાંથી DVR કબજે લીધુ
સીજીએસટી અને ભાવનગર પોલીસ દ્વારા ગુરૂવારે સાંજે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવતા વલી હાલારી, તોફિક હાલારીના નિવાસ્થાન નવાપરાના બાગે-રસૂલ ફ્લેટમાંથી સીસીટીવીનું ડીવીઆર પોલીસે કબજે લીધુ છે, અને તેના આધારે આગામી તપાસ આગળ વધારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...