તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનામુક્ત:ગ્રામ્ય કક્ષાએ કોરોનાના બે દર્દીઓએ જીત્યો જંગ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રામ્યમાં રિકવરી રેઇટ 98.12 ટકા
  • ગ્રામ્ય પંથકમાં એક પુરૂષ અને એક મહિલા દર્દી થયા કોરોનામુક્ત, હવે બે દર્દીઓ સારવારમાં

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે એક પણ નવો કોરોના પોઝિટિવ કેસ મળ્યો નથી. જ્યારે આજે ભાવનગર તાલુકા/ગ્રામ્ય પંથકમાં એક સાથે બે દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા સમગ્ર જિલ્લામાં હવે માત્ર 2 એક્ટિવ દર્દી સારવારમાં છે. સમગ્ર શહેર અને જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21,444 દર્દીઓ મળ્યા અને તે પૈકી 21,144 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.60 ટકા થઇ ગયો છે.

ભાવનગર શહેરમાં આજે એક પણ નવો કેસ મળ્યો નથી. શહેરમાં એક પણ દર્દી એક્ટિવ નથી. તાલુકા/ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કુલ 7433 દર્દીઓ પોઝિટિવ મળ્યા છે અને તે પૈકી 7293 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ જતાં તાલુકા/ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.12 ટકા થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...