કોરોના અંત તરફ:ગ્રામ્ય કક્ષાએ ત્રણ દર્દીએ કોરોના સામે જીત્યો જંગ, રિકવરી રેઇટ વધીને 98.58 ટકા થઇ ગયો

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર કે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કોરોનાનો એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નહીં

ભાવનગર ગ્રામ્ય-તાલુકા કક્ષાએ ગઇ કાલે કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે ભાવનગર શહેર કે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. સાથે ગ્રામ્ય કક્ષાએ ત્રણ દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. ભાવનગર શહેરમાં હાલ ચાર દર્દીઓ અને ગ્રામ્ય-તાલુકા કક્ષાએ 2 દર્દીઓ મળીને કુલ 6 દર્દીઓ કોરોનાની સારવારમાં છે.

ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસની સંખ્યા 21,459 છે તેની સામે આજ સુધીમાં 21,155 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા રિકવરી રેઇટ આજે વધીને 98.58 ટકાએ યથાવત રહ્યો છે. શહેરમાં એક પણ નવો કેસ મળ્યો નથી. આજ સુધીમાં શહેરમાં કોરોનાના કુલ 14,018 દર્દીઓ મળ્યા છે અને તે પૈકી 13,854 દર્દીઓ સાજા થઇ જતા રિકવરી રેઇટ 98.83 ટકાએ યથાવત રહ્યો છે.

ભાવનગર ગ્રામ્ય-તાલુકા કક્ષાએ આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 7441 કેસ નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં 7301 દર્દીઓ સાજા થઇ જતા રિકવરી રેઇટ વધીને 98.12 ટકા થઇ ગયો છે.

આમ ભાવનગર શહેર અને જિલ્લામાં આજે એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી જ્યારે ગ્રામ્ય કક્ષાએ આજે 3 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...