તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શણગાર:ભાવનગર શહેરમાં મંદિરો ખાતે ધૂળેટીના પર્વને લઈ ભગવાનને અવનવા રંગોના વાઘા અને વિવિધ ભોગ ઘરી ભવ્ય શણગાર કરવામાં આવ્યો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોખંડ બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો

ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલા મંદિરો ખાતે હોળી-ધૂળેટીના પર્વને લઈ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં ભાવનગરના લોખંડ બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને અવનવા રંગોના વાઘા અને પિચકારીઓ, ઘાણી, ખજૂર, દાળિયા સહિતના ભોગ ઘરી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

સમગ્ર દેશની સાથે ભાવનગર શહેરમાં પણ કોરોનાની મહામારીને કારણે અનેક ઉત્સવો અને તહેવારો ફિકા પડ્યા છે. અનેક મંદિરોમાં કોરોનાને કારણે હોળી-ધૂળેટીના રંગોત્સવ બંધ રાખવામાં આવ્યો છે. તેમજ સરકારની ગાઈડ લાઈનનું પાલન જોવા મળી રહ્યું છે. ભાવનગર શહેરના લોખંડ બજાર સ્વામીનારાયણ મંદિર ખાતે ધૂળેટી નિમિતે રંગબેરંગી રંગો અને અવનવી પિચકારીઓથી શણગાર કરવામાં આવ્યો હતો. આજે મંદિર ખાતે સવારે આરતી અને બપોરે રાજભોગ ઘરી આરતી કરવામાં આવી હતી. તથા ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો