કાર્યવાહી:રતનપરના પશુદવાખાનામાં પશુડોક્ટરે ગળા ફાંસો ખાધો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુળ ધરાઈ વિઝિટમાં જવાનું કહી ઘરેથી નિકળ્યા હતા

સિહોર ખાતે સર્વોત્તમ કંપનીમાં એઆઈ વર્કર તરીકે નોકરી કરતા પશુ ડોક્ટર શૈલેશભાઈ સુરસંગભાઈ ચૌહાણ (ઉ.વ.25, રહે. પીપળીયા, તા. વલભીપુર)ના દાદીમાં શામુબેનનું પરમ દિવસે 7 તારીખે દેહાંત થયું હતું અને તે દિવસે જ સાંજે મુળ‌ ધરાઈ ગામે વિઝિટે જવાનું કહીને નિકળ્યા બાદ બીજે દિવસે સવાર સુધીમાં પરિવારજનોએ શોધખોળ કરતા હતા ત્યારે કોઈ પરિચિતે તેની ગાડી રતનપર (ગા)ના પશુ દવાખાના બહાર પડી હોવાનું જણાવતા ત્યાં તપાસ કરતા ત્યાં ગળાફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવની જાણ વલભીપુર પોલીસને થતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે ગત તા. 7ના રોજ તેમના દાદીમાંનું દેહાંત થયું હતું અને તેના આધાતમાં તેઓ હતા અને તેના લીધે તેમણે આવું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. આજે તેમના દાદીમાંનું બેસણું હતું અને આજે પરિવારના વધુ એક સભ્યનું મોત થતાં ચૌહાણ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...