હવામાન:ભાદરવાના અંતે તાપમાનનો પારો 34.8 ડિગ્રીને આંબી ગયો

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં ભાવનગર શહેરના મહત્તમ તાપમાનમાં 1.9 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો

ભાવનગર શહેરમાં આમ તો આખો ભાદરવો માસ લગભગ વરસાદી માહોલ રહ્યાં બાદ હવે વાદળો થોડા વિખાતા શહેરમાં બપોર તાપમાનમાં વધારો થયો છે. આજે શહેરમાં બપોર તાપમાનનો પારો વધીને 34.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયો હતો.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 32.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે તડકો નિકળતા 1.9 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને આજે 34.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરે થોડી અકળામણનો અનુભવ થયો હતો. જ્યારે 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 24.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે વધીને 25.7 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

શહેરમાં ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા થઇ ગયેલું તે આજે થોડું વધીને 73 ટકા થઇ ગયું હતુ.

શહેરનું મહત્તમ તાપમાન

તારીખમહત્તમ તાપમાન
3 ઓક્ટોબર34.8 ડિગ્રી
2 ઓક્ટોબર32.9 ડિગ્રી
1 ઓક્ટોબર33.1 ડિગ્રી
30 સપ્ટેમ્બર31.4 ડિગ્રી
29 સપ્ટેમ્બર36.5 ડિગ્રી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...