તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટા માથા સામેલ:48 કલાકના અંતે GSTએ કરોડોનું કૌભાંડ પકડ્યુ

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભેજાબાજોએ ફોલ્ડરીયાને 20 હજાર આપી મુંબઇ ફરવા મોકલી દીધા
  • ઉચ્ચ અધિકારીઓને અમદાવાદ તેડાવાયા : નવાજૂનીના એંધાણ

સ્ટેટ જીએસટીના અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટના 80 કર્મચારીઓ 30 વાહનો સાથે ભાવનગરમાં 60 સ્થળોએ બુધવારે સવારથી બોગસ બિલિંગ અને ખોટી વેરા શાખ સંદર્ભમાં ત્રાટકી હતી. આટલી મોટી ફોજ વડે કરોડો રૂપિયાનું કાૈભાંડ પકડવામાં આવ્યુ છે, અને અનેક મોટામાથાની સંડોવણી પણ સપાટી પર આવી છે, જો કે દરોડાની અંતિમ તબક્કાની કાર્યવાહી શરૂ હોવાથી વધુ વિગતો શુક્રવારે ઘોષિત કરવામાં આવશે તેમ દરોડામાં સામેલ એક અધિકારીએ નામ નહીં જાહેર કરવાની શરતે જણાવ્યુ છે.

સ્ટેટ જીએસટીની અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટના અધિકારીઓની ટુકડીએ બુધવારે સવારથી દરોડાની કામગીરી હાથ ધરી હતી. બુધવારે રાત્રે 2 વાગે અમુક અધિકારીઓને તત્કાળ અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા, અને ત્યાંથી દિશા-નિર્દેશ કરવામાં આવ્યા હતા. ગુરૂવારે 8 ટીમોએ સવારે બાપેસરા, નવાપરા, સાંઢીયાવાડ, અમીપરા, આંબાચોક, વીઆઇપી, કુંભારવાડામાં સતત શોધખોળ કરી હતી. રેડમાં સામેલ એક અધિકારીએ નામ નહીં જાહેર કરવાની શરતે જણાવ્યુ છે કે, અત્યારસુધીમાં કરોડો રૂપિયાની ગેરરીતિ સપાટી પર આવી છે, અને ક્લોઝિંગની કામગીરી હજુ શરૂ છે.

માથાભારે શખ્શો અને ભેજાબાજોના પેટામાં કામ કરી રહેલા ફોલ્ડરીયાઓને 20-20 હજાર આપી મુંબઇ ફરવા મોકલી દેવામાં આવ્યા છે. તેથી સ્ટેટ જીએસટીની ટીમો 60થી વધુ સ્થળોએ ગઇ પરંતુ વીલા મોઢે પરત ફરવું પડ્યુ છે.

સામાન્ય રીતે સરકારી તંત્રના બાતમીદારો ગુનેગારોને પકડવા માટે તમામ જગ્યાએ સક્રિય હોય છે અને તેની બાતમીના આધારે જ સરકારી તંત્ર કાર્યવાહી કરે છે. પરંતુ જીએસટી તંત્રમાં અવળી ગંગા વહે છે. જીએસટીના સમગ્ર તંત્રની અંદર જ બોગસ બિલિંગ વાળા ભેજાબાજોના બાતમીદારો ગોઠવાયેલા છે. અને કોઇપણ દરોડા, નોટિસ, પત્ર, કાનૂની કાર્યવાહીની તમામ બાતમી ભેજાબાજો સુધી અગાઉ પહોંચી જાય છે. ભાવનગરમાં રેડ પાડવા માટે ગુપ્તતા સેવવામાં આવી હતી, સ્થાનિક તંત્રને સદંતર દૂર રાખવામાં આવ્યુ હતુ, પરંતુ ભેજાબાજોને આગલા દિવસે જ બાતમી મળી ચૂકી હતી. જેના કારણે મોટાભાગના લોકો ફરાર થઇ ગયા હતા.

બપોર બાદ કું.વાડા, VIP, મોતીતળાવ ખુલ્યા
બુધવારે સવારથી સ્ટેટ જીએસટીના ભાવનગરમાં શરૂ થયેલા દરોડાને કારણે કુંભારવાડા, મોતીતળાવ, વીઆઇપી બંધ થઇ ગયુ હતુ. જો કે ગુરૂવારે બપોર બાદ જીએસટીની ધોંસ ઓછી થઇ હોવાનું જણાતા આ તમામ બજારો ખુલવા લાગ્યા હતા. જો કે બહારના પાસિંગ વાળી કારનો પીછો કરાતો હતો.

અન્ય સમાચારો પણ છે...