સમગ્ર વિશ્વ કોરોનાની લપેટમાં આવી ચૂક્યું છે અને વ્યવસાય, રોજગાર, ઉદ્યોગોને તેની માઠી અસર પહોંચી રહી છે. કોરોના ની ત્રીજી લહેર સમગ્ર વિશ્વમાં ફેલાઇ જતાં પ્રવાસન ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયો છે અને ક્રુઝ જહાજોના માલિક વધુ એક વખત પોતાના જહાજ અંતિમ સફરે મોકલવા માટે મને ક-મને નિર્ણયો લઇ રહ્યા છે.
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે જાન્યુઆરી મહિનામાં ઓરિએન્ટલ ડ્રેગન અને જીન નામના બે કૃઝ જહાજો મંગાવવા માટે આવી પહોંચવાના છે. જોકે અત્યાર સુધી અંતિમ ખરીદનાર નક્કી થઈ શક્યા નથી. વર્ષ 2019 માં માત્ર બે ક્રુઝ જહાજો ભંગાવવા માટે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2020 કૃઝ ઇન્ડસ્ટ્રીઝ માટે સૌથી કપરો અને ખરાબ રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન મોટાભાગના કૃઝ જહાજો બંધ થઈ ચૂક્યા હતા અને એક વર્ષ દરમ્યાન 22 લક્ઝરિયસ મુસાફર જહાજો તેની અંતિમ સફરને મોકલવામાં આવ્યા હતા.
જોકે વર્ષ 2021 દરમિયાન થોડા સમયગાળા દરમિયાન કૃઝ ઇન્ડસ્ટ્રીઝ ખુલ્લી હતી, અને જહાજો મુસાફરોને લઇને પરિવહન કરી રહ્યા હતા. છતાં 2021 દરમિયાન પણ 9 ક્રુઝ જહાજો ભાંગવામાં માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં ગ્રાન્ડ સેલિબ્રેશન, ડ્રીમ ઓપન, માર્કો પોલો, કોસ્ટા વિક્ટોરિયા, મેગેલાન, કોલમ્બસ, બોડીકા, આલ્બાટ્રોસ, સેલેસ્ટલ એક્સપિરિયન્સને ભંગાણ માટે વેચવામાં આવ્યા હતા.
ક્રુઝ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા રોબર્ટ મિશેલે જણાવ્યું હતું કે મુસાફર જહાજોના માલિકોને પરિવહન બંધ થતા જહાજોને રાખવાનું પોષણ થઇ રહ્યું નથી તેથી આયુષ્યની પૂર્ણતાની નજીક પહોંચી ગયેલા જહાજોને વેચી મારવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.