તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સત્રનો આરંભ, RTEમાં પ્રવેશના કોઇ ઠેકાણા નથી

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં 2021-22ના નવા વર્ષનું ધો.1નું ઓનલાઇન શિક્ષણ ચાલુ પણ થઇ ગયું
  • દર વર્ષે ફેબ્રુઆરીમાં આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા છે તેની આ વર્ષે કોઇ સ્પષ્ટતા નથી

દર વર્ષે ગુજરાતમાં રાઇટ ટૂ એજ્યુકેશન અંતર્ગત 80 હજાર જેટલા ગરીબ અને તકવંચિત બાળકોને ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે ધો.1માં એડમિશન આપવામાં આવે છે. આ નિયમ મુજબ દર વર્ષે ફેબ્રુઆરીમાં આરટીઇ અંતર્ગત પ્રવેશની પ્રક્રિયાનો આરંભ થઇ જાય છે પણ આ વર્ષે જૂનના બીજા સપ્તાહનો આરંભ થઇ ગયો તેમજ શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ થઇ ગયું છતાં આરટીઇ અંતર્ગત એડમિશનના કાંઇ ઠેકાણા નથી. કોરોનાની બીજી લહેર હવે કુણી પડી ગઇ છે. ધો.1માં ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ થઇ ગયું છે.

ત્યારે સરકાર દ્વારા રાઇટ ટૂ એજ્યુકેશન અંતર્ગત ગરીબ અને તકવંચિત પરિવારના બાળકોને ખાનગી શાળાઓમાં કુલ પ્રવેશના 25 ટકા લેખે ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ આપવાની પ્રક્રિયાની કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. ફેબ્રુઆરીથી માર્ચના અંત સુધીમાં પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા થતી હોય છે.પણ આ વર્ષે હજી સુધી કોઇ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. વાલીઓ અને વિદ્યાર્થીઓ રાહ જોઇને બેઠા છે તો બીજી બાજુ ખાનગી પ્રાથમિક શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ કાર્યનો આરંભ કરી દેવામાં આવ્યો છે. તો હવે ક્યારે પ્રક્રિયા કરે અને ક્યારે પ્રવેશ મળે તે પ્રશ્ન ખડો થયો છે.

આમ પણ દર વર્ષે આવા બાળકોને આરંભનું શિક્ષણ તો પ્રવેશકાર્યમાં મંથર ગતિને કારણે બરબાદ જ થાય છે. આ વર્ષે તો આવા બાળકોનું ભાવિ શું તે પ્રશ્ન જાગ્યો છે. આ મામલે એનએસયુઅાઇના પવન મજીઠીયાએ ડીઇઓ એન.જી.વ્યાસને રજૂઆત કરી બાળકોને ભવિષ્યને ધ્યાને લઇને સરકાર સમક્ષ રજૂઆત કરવા આવેદનપત્ર પણ આપ્યું છે.

જેથી આરટીઇની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ગતિઅે ચાલુ થાય.રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે કોઈપણ પ્રકારની પ્રવેશ પ્રક્રિયાનો હજુ સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી જેથી ગરીબ અને તક વંચીત બાળકોને અભ્યાસમાં નુકશાન વેઠવું પડી રહ્યું છે. આ સંજોગોમાં સરકારે ત્વરીત નિર્ણય લઈને આવા બાળકોના અભ્યાસ પડે નહી તેવો નિર્ણય લેવો અત્યંત આવશ્યક છે. ત્યારે આ બાબતે આજે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી.

ક્યા શૈક્ષણિક વર્ષમાં ક્યારે એડમિશન

શૈક્ષણિક વર્ષપ્રવેશનો આરંભપ્રવેશનો અંત
2019-20માર્ચ-2019ઓગસ્ટ-2019
2018-19એપ્રિલ-2018સપ્ટેમ્બર-2018
2017-18ફેબ્રુઆરી-2017ઓગસ્ટ-2017
અન્ય સમાચારો પણ છે...