ઠંડી વધી:રાત્રે ઉષ્ણતામાનનો પારો ઘટીને 15.6 ડિગ્રી થઇ ગયો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગરમાં લઘુત્તમ ઉષ્ણતામાનમાં 3 ડિગ્રીનો થયેલો ઘટાડો : ભેજનું પ્રમાણ ઘટીને 44 ટકા

શહેરમાં ગઇ કાલે માવઠું થયા બાદ વાતાવરણમાં ફેરફાર આવતા ટાઢાબોળ પવનના પ્રભાવથી શહેરમાં એક જ દિવસમાં રાત્રિના લઘુત્તમ ઉષ્ણતામાનમાં ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડનો નોંધપાત્ર ઘટાડો થતા ઠંડીની તીવ્રતા વધી હતી. પવનની ઝડપ વધીને 6 કિલોમીટર નોંધાઇ હતી. ર્સ્ટન ડિસ્ટર્બન્સની અસરને લઇ ભાવનગર શહેરમાં આજે પણ સવારે થોડો સમય સૂર્યપ્રકાશ ખિલેલો રહ્યા બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધવા સાથે ઉત્તર-પૂર્વના પવનોની ગતિ વધતાં ઠંડીની અસર વધી છે.

ઉપરાંત વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ હતી. વાતાવરણમાં આવેલા ફેરફારથી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કાલે શનિવારે પણ હળવા વરસાદની આગાહી છે. શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 27.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જે ગઇ કાલે ઘટીને 26 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. આમ, 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં 1.9 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

જ્યારે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 18.6 ડિગ્રી હતુ તે ગઇ કાલે ગુરૂવારની રાત્રે 3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 15.6 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેતા ઠંડીની તીવ્રતા વધી હતી. ભાવનગરમાં ગઇ કાલે માવઠાનો બરાબર માહોલ જામેલા હતો આથી હવામાં ભેજનું પ્રમાણ વધીને 64 ટકા થઇ ગયલું તે આજે ઘટીને 44 ટકા થઇ હતુ. શહેરમાં પવનની ઝડપ 2 કિમી. વધીને 6 કિ.મી. થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...