છઠ્ઠ પૂજા:ભાવનગરના બોરતળાવ ખાતે પરપ્રાંતીયો દ્વારા પરંપરાગત રીતે છઠ્ઠ પૂજા કરાઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરના બોરતળાવ ખાતે પરપ્રાંતિયો દ્વારા પરંપરાગત રીતે છઠ પુજા કરવામાં આવી હતી. યુપી, બિહાર સહિતના રાજ્યમાં વસતા પરપ્રાંતીયો દ્વારા દિવાળીના તહેવાર બાદ છઠ્ઠના દિવસે જળાશયો ખાતે પૂજા કરવામાં આવે છે.

મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો છઠ પુજામાં ઉમટ્યા
આજે પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેરના ગૌરીશંકર સરોવર એટલે કે, બોરતળાવ ખાતે ઉત્તરપ્રદેશ અને બિહારથી આવેલા પરપ્રાંતીયો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તમામ લોકો દ્વારા સહ પરિવાર સાથે વિધિવત રીતે છઠ પૂજાની ઉજવણી કરાઇ હતી. યુપી, બિહારના લોકોની માન્યતા પ્રમાણે દિવાળી બાદ ઘરમાં સુખ-શાંતિ આવે તેવા હેતુથી જળાશયો ખાતે આખી શેરડીના સાઠા સાથે દીપ પ્રગટાવી પ્રસાદ અર્પણ કરી જળ દેવતાની પૂજા કરવામાં આવે છે. તેમજ બીજા દિવસે સાતમ નિમિત્તે વહેલી સવારે પણ પૂજા કરવાની વિધિ કરવામાં આવે છે. ગૌરીશંકર સરોવર ખાતે મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો દ્વારા છઠ પુજા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...