મારામારી:આનંદ મેળામાં સામાન્ય બાબતે મજૂર યુવાન પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો, નાસભાગ મચી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો શ્રમજીવી યુવાન મિત્રો સાથે જવાહર મેદાનમાં આવેલ આનંદ મેળામાં સામાન્ય બાબતે માથાકૂટ થતાં ત્રણ શખ્સોએ શ્રમજીવી યુવાન પર છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતાં.

સમગ્ર બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મિલની ચાલી- મફતનગરમા રહેતો અને કડીયાકામની મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો શ્રમજીવી યુવાન યુનુસ આસિફ શેખ ઉ.વ.19 ગત રવિવારે ત્રણ મિત્રો સાથે શહેરના જવાહર મેદાનમાં આવેલ આનંદમેળામા ગયો હતો. જયાં હોડીની રાઈડમા બેસવા જતાં યુનુસથી ઘવલ મકવાણા નામનાં શખ્સને ધક્કો લાગી જતાં ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા ધવલ મકવાણા, હર્ષ ઉર્ફે 502 તથા બકી નામના શખ્સોએ યુનુસ સાથે બોલાચાલી કરી ગાળો આપી ધવલે યુનુસ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં એક ઘા યુનુસને પેટમાં તથા હાથે વાગતાં યુનુસના મિત્રોએ વચ્ચે પડતાં ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા.

મેળામાં છરી વડે હુમલાની ઘટના બનતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી જયારે હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ તરફ ઈજાગ્રસ્તને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર બાદ તેણે ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા ધવલ મકવાણા હર્ષ ઉર્ફે 502 તથા બકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...