હવામાન:11.3 ડિગ્રીએ આ સિઝનની સર્વાધિક ઠંડીથી લોકો ઠુંઠવાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરતળાવ ઉપર શિયાળાનો ધુમ્મસમય માહોલ છવાયો
  • શહેરમાં છેલ્લાં 5 વર્ષમાં 16 ડિસેમ્બરે સૌથી ઓછું તાપમાન : 24 કલાકમાં તાપમાનમાં 3.5 ડિગ્રીનો ઘટાડો

ભાવનગરમાં શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 11.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ભાવેણાવાસીઓ ઠંડીમાં રીતસરના ઠૂંઠવાઇ ગયા હતા. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં લઘુત્તમ ઉષ્ણતામાનમાં સાડા ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો હતો. 12 કિ.મી.ની ઝડપે ટાઢોબોળ પવન ફુંકાયો હતો.

હીમવર્ષાની અસરથી શહેર ઠંડીના સકંજામાં
ઉત્તર ભારતના હિમાલયના રાજ્યોમાં ભારે હિમવર્ષાને પગલે હીમ પવન ગુજરાત સુધી આવી પહોંચતા શીત પ્રકોપ છવાયો છે. આગામી ત્રણેક દિવસ ભાવનગર સહિત ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનુભવ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતુ.

શિયાળાની મસ્ત મોસમ માણવાનો આરંભ થઇ ગયો છે. જો સવારે ઊઠાય તો. ભાવનગરમાં ગૌરીશંકર લેઈકનો સવારના ધુમ્મસમય માહોલની મઝા તો કંઈક અલગ જ છે. ખરેખર કુમળી સવારના સોનેરી કિરણોથી દરેક જીવ- જંતુને આ શિયાળામાં નવી ઊર્જા ભરી દે છે.

અન્ય સમાચારો પણ છે...