તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકાશી નજારો:આ વર્ષની અંતિમ ઉલ્કા વર્ષાનો ખગોળીય નજારો 17મી ડિસેમ્બર સુધી જોવા મળશે

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 13 અને 14 ડિસેમ્બરે મહત્તમ ઉલ્કા વર્ષા જોવા મળશે
 • તા. 7 ડિસે. થી 17 ડિસેમ્બર દરમિયાન જેમિનિડસ ઉલ્કા વર્ષા જોવા મળશે

ગત ઓક્ટોબર અને નવેમ્બર માસમાં સમગ્ર વિશ્વના ખગોળ રસિયાઓએ આકાશમાં ઉલ્કાવર્ષાનો અદભુત નજારો માણ્યા બાદ 2020 ના વર્ષની અંતિમ ઉલ્કાવર્ષાનો તારીખ 7 ડીસેમ્બર થી 17 ડિસેમ્બર સુધી માણવા મળશે. સ્વચ્છતા આકાશમાં નરી આંખે ઉલ્કાવર્ષાનો નિહાળવાનો આનંદ ખગોળરસિયાઓ માણી શકશે.

દર વર્ષે તારીખ 7 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સમગ્ર વિશ્વમાં જેમીનિડસ ઉલ્કા વર્ષાનો નજારો માણવા મળે છે. કલાકમાં 10થી 50 અને વધુમાં વધુ 100 ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીની જેમ નિહાળી શકાશે. જેમીનિડસ ઉલ્કાવર્ષા મહત્તમ તારીખ 13 અને 14 ડિસેમ્બરે જોવા મળશે. ઉલ્કા વર્ષા નિહાળવાનો શ્રેષ્ઠ સમય મધ્યરાત્રી પહેલા અને વહેલી સવારનો છે. ઉત્તર અને પૂર્વ દિશામાં સામાન્ય રીતે ઉલ્કા વર્ષા જોવા મળે છે. ખાસ કરીને તારીખ 13 અને 14 ડિસેમ્બર બે દિવસ આ અવકાશી નજારો નિહાળવાનું ખગોળ રસિયાઓએ ચૂકવા જેવું નથી.

ખાસ કરીને ઉલ્કા વર્ષા નિહાળવા માટે દરિયાઈ તટ, પર્વતીય વિસ્તાર, મેદાનો અને નિર્જન જગ્યાએ થી વધુ સારી રીતે નિહાળી શકાય છે. ઇન્ટરનેશનલ મેટિયોર ઓર્ગેનાઇઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. દુનિયાના અમુક ભાગોમાં તો રીતસરના વરસાદની જેમ ઉલ્કા વર્ષા થાય છે.

શરૂઆતમાં દર કલાકે 5 થી 10 તેમજ બાજુમાં વધીને 50થી 100 ઉલ્કા કરતી જોવા મળશે. તેની ઝડપ પ્રતિ સેકન્ડે 35 કિલોમીટર થી લઈને 130 કીલો મીટરની હોય છે. આ ઉલ્કા વર્ષા દૂરબીન, ટેલિસ્કોપ વગેરેની મદદથી વધુ સારી રીતે નિહાળી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો