કાર્યવાહી:ફાયર વિભાગે સેફ્ટી મામલે આળસ ખંખેરી, ફાયર બ્રિગેડનો એસેમ્બલી ટાર્ગેટ, 4 હોલ 40 દુકાનો સીલ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટની કડકાઇ બાદ ફાયર સેફ્ટી મામલે આળસ ખંખેરી
  • કાળીયાબીડ, ઘોઘાસર્કલ અને સંસ્કાર મંડળ પાસેના મેરેજ હોલને સીલ મરાયા હવે જ્ઞાતિની વાડીઓને પણ મરાશે

હાઇકોર્ટની સતત લાલ આંખ બાદ ફાયર બ્રિગેડ વિભાગની ટીમે આળસ ખંખેરી એસેમ્બલી એકમોમાં સીલ મારવાનું શરૂ કર્યું છે. જેમાં આજે જુદા જુદા વિસ્તારમાં ચાર હોલ અને હોલની મિલકતમાં રહેલી 40 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. ફાયર સેફ્ટી માટે હાઇકોર્ટનું કડક વલણ છતાં તંત્ર દ્વારા એન કેન પ્રકારે કામગીરીને બ્રેક લાગતા કોર્ટના સરકારને તાકીદ કરાતા આજે ભાવનગર ફાયર બ્રિગેડ દ્વારા પણ એસેમ્બલી એકમોને ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવાનું શરૂ કર્યું છે.

જેમાં આજથી જ્ઞાતિની વાડીઓ અને મેરેજ સહિતના ફંક્શનનો માટેના હોલમાં ફાયર સેફટી નહી હોવાને કારણે સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડ વિભાગની ટીમ દ્વારા કાળિયાબીડ ખાતે આવેલા લખુભા હોલ, ખોડિયાર હોલ અને ઘોઘાસર્કલ નજીક આવેલા છાપરુ હોલ તેમજ દિપક હોલને સીલ મારવામાં આવ્યા હતા.

લખુભા હોલ અને ખોડિયાર હોલનીમા બિલ્ડિંગમાં કોમર્શિયલ દુકાનો અને ઓફિસો પણ આવેલી હોવાથી તેમાં રહેલી 40 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં જ્ઞાતિની વાડીઓ અને હોલને સીલ મારવાની કામગીરી ચાલુ રહેવાનું તંત્ર દ્વારા જણાવાયું છે પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા જ્ઞાતિની વાડીઓ અને હોલને સીલ મારવાની કામગીરી આરંભી તો હતી પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ બ્રેક લાગી ગયો હતો. તેમજ મરાયેલા સીલ પણ ખુલી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...