તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આફત:શહેરમાં મ્યુકોરની સાથે એસ્પરજીલસનાં પણ દર્દીઓ, ફક્ત એસ્પરજીલસનો એકે’ય દર્દી નહિ

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એસ્પરજીલસ ચોમાસામાં મળતી સામાન્ય ફૂગ, મ્યુકોરનાં લક્ષણ ને ખોટા ઓળખવા નહીં
  • મ્યુકોરની સારવારમાં વપરાતું લાયપોફીલાઈઝ્ડ એમ્ફીટેરેસિન બી કિડની માટે હાનીકારક

ભાવનગરમાં મ્યુકોરમાયકોસીસનાં અત્યારે 120 દર્દીઓ છે ગુરુવારે મ્યુકોરમાયકોસીસ 4 અને શુક્રવારે 8 દર્દીઓ આવ્યા હતા. શુક્રવારે 4 દર્દીઓની સર્જરી પણ કરવામાં આવી છે. રાજકોટ સિવિલ માં તાજેતર માં એસ્પરજીલસનાં દર્દીઓ પણ જોવા મળ્યા હતા. એસ્પરજીલસ અત્યંત સામાન્યપણે જોવા મળતી ફૂગ નો જ એક પ્રકાર છે. સર.ટી. હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓને 14 થી 21 દિવસ માટે લાયપોફીલાઈઝ્ડ એમ્ફીટેરેસિન બી ની સારવાર આપવામાં આવી રહી છે. મ્યુકોરમાયકોસીસ ટાસ્ક ફોર્સ દ્વારા આપવામાં આવેલ ગાઇડલાઈન મુજબ જેમાંથી મોટાભાગ ના દર્દીઓને લાયપોફીલાઈઝ્ડ એમ્ફીટેરેસિન બી આપવામાં આવે છે.

આ ડ્રગ ની કેટલીક સાઈડ ઈફેક્ટ છે જેમાંથી કિડની અને લીવર ને નુકસાન થઈ શકે છે. અને જેની કિંમત 300 થી 400 આસપાસ ની છે. મ્યુકોરમાયકોસીસ માટે વપરાતી લાઇપોઝોમાલ એમ્ફીટેરેસિન બી જ્યાં સુધી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આ ડ્રગ નો ઉપયોગ એકમાત્ર વિકલ્પ છે. માટે આ ઇન્જેક્શન હેઠળ નાં સર.ટી. ખાતેનાં દર્દીઓનું કિડની ફંકશન બરાબર થઈ રહ્યું છે કે નહિ તેની રોજિંદી તપાસ કરવામાં આવે છે. 120 દર્દીઓમાં 112 દર્દીઓ મ્યુકોરમાયકોસીસ માટે પોઝિટિવ છે અને 3 દર્દીઓ નેગેટિવ છે. જ્યારે 5 દર્દીઓ મ્યુકોરમાયકોસીસ માટે શંકાસ્પદ છે.

મ્યૂકરમાઇકોસિસથી વધુ એક દર્દીનું મોત
મ્યૂકરમાઇકોસિસે વધુ એક દર્દીનો ભોગ લીધો છે આથી આજ સુધીમાં આ રોગમાં ભાવનગરમાં કુલ 11 દર્દીઓના મોત નિપજ્યા છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં સરકારી હોસ્પિટલના આ ખાસ વોર્ડમાં 263 દર્દીઓ નોંધાઇ ચુક્યા છે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ ચાલીસ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પોસ્ટ કોરોના દર્દીઓમાં એસ્પરજીલસ નો કોઈ કેસ નથી
એસ્પરજીલસ ખૂબ સામાન્ય ફૂગ છે અને મોટાભાગે ચોમાસામાં જોવા મળતી જ હોય છે. તેની કોઈ મોંઘી સારવાર નથી. પોસ્ટ કોરોના દર્દીઓમાં ફક્ત તેના કોઈ કેસ નથી. મ્યૂકર ને લઈને સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં નથી પરંતુ અત્યારે સર્જરી નો કોઈ બેક્લોગ નથી. તમામ સર્જરી તાત્કાલિક કરી શકાય એવી વ્યવસ્થા છે. > ડો. સુશિલ ઝા, હેડ , ઈ. એન.ટી વિભાગ , સર.ટી. હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...