GST ચોરી મામલો:અસલમ કલીવાલાને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા જેલમાં, પિતા દવાખાને, કૌભાંડી પુત્ર 2 માસથી ફરાર
  • કરોડો રૂપિયાની જીએસટી ચોરીમાં હસન હજુ પણ ફરાર

ભાવનગરમાં સ્ટેટ જીએસટીની ટીમો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એચ.કે. મેટલની 87 કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કેસમાં તંત્રને આવશ્યક્તા છે તે અસલમ કલીવાલા છેલ્લા દોઢ માસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો, હવે તેને તંત્રની દેખરેખ તળે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે, જ્યાં તેની મેડિકલ ચકાસણી બાદ ગમે તે ઘડીએ પુછપરછ માટે તેની અટક કરવામાં આવશે.

માતા શબાનાબેન આ કેસમાં સાબરમતિ જેલમાં છે, પિતા અસલમભાઇ કલીવાલા સારવાર માટે લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ થયેલા છે, છતા એચ.કે.મેટલના 87 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જેને સમસન્સ પાઠવવામાં આવ્યુ છે તે કલીવાલાનો પુત્ર હસનને તંત્ર શોધી રહ્યું છે પરંતુ તે હજુ ફરાર છે.

અસલમ કલીવાલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાંબા સમયથી રાખવામાં આવ્યા છે, અને સ્ટેટ જીએસટીના ઉચ્ચ અધિકારીઓ સતત તેના પર વોચ રાખી રહ્યા હતા, અને તબીબોની સાથે પણ સંકલનમાં હતા. હવે અસલમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં જીએસટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તબીબો દ્વારા તે ફિટ હોવાનું જણાવવામાં આવ્યુ છે, અને ગમે તે ઘડીએ તેને જીએસટી દ્વારા પુછપરછ માટે અટક કરવામાં આવશે તેમ પણ તેઓએ ઉમેર્યુ છે.

હસન કલીવાલાને લાંબા સમયથી સ્ટેટ જીએસટી તંત્ર શોધી રહ્યું છે, અને મોટા કૌભાંડોની કડીઓ મેળવવા માટે અધિકારીઓ હસનને મહત્વપૂર્ણ માની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...