તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:વાસણો અને ઘરેણાં ધોવાનું કહી સોનાના કડલા સેરવી ગયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલા ચાંદીના છડા સાફ કરી પરત આપી વિશ્વાસમાં લીધા બાદ ગઠિયાએ કળા કરી ફરાર

તાંબાના વાસણો અને ઘરેણાંને લિક્વિડથી સાફ કરવા મોટરસાઈકલ પર આવેલા ચાર ઈસમોએ પોતાના પિયપ મણાર ગામે આવેલી યુવતીને વિશ્વાસમાં લઈ સોનાના કડલા સાફ કરવાના બહાને લઈ જઈ રફુચક્કર થયાં હતા.

અલંગ તાબેના મણાર ગામે પોતાના પિતાના ઘરે આવેલા કેતનાબેન હિતેશભાઈ કાકડિયા (રહે. સુરત)ને તા.27/6ના રોજ સવારે 11 કલાકના અરસામાં મો.સા.નં. જીજે-07-સીએ-0170 અને જીજે-21-એએલ-7276 પર ચાર ઈસમોએ તાંબાના વાસણો અને ઘરેણાં લિક્વિડથી સાફ કરી દેવાનું કહી પહેલાં ચાંદીના છડા સાફ કરી પરત આપી વિશ્વાસમાં લીધા બાદ હાથમાં પહેરેલા કડલા ધોવા માંગ્યા જે કડલા કેતનાબેને ધોવા માટે આપતા આ ચારેય ઈસમોએ નજર ચુકવી આશરે 18 ગ્રામ કિંમત રૂ. 70,000ના કડલા લઈને ભાગી ગયા હતા. આ અંગે કેતનાબેને અલંગ પોલીસ મથકમાં બે મોટરસાઈકલ પર આવેલા કુલ 4 અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...