તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી વૃદ્ધાના ખાતામાંથી રકમ સેરવી લીધી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બેંકના નામે ફોન કરી ક્રેડિટ કાર્ડની ક્રેડિટ વધારવાનું કહી સિહોરના એક વ્યક્તિના ખાતામાંથી રૂ. 99,274ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. જે અંગે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સિહોરના અમદાવાદ રોડ પરના જૈન દૈરાસર પાસે રહેતા સુધાબેન શીરીશભાઈ ભુતાએ કોઈ અજાણ્યા ઈસમ વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ગત તા. 14/4ના બપોરના સમયે તેમના પતિ શીરીશભાઈના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને સામે છેડેથી એક્સિસ બેંકમાંથી બોલું છું તમારા ક્રેડિટ કાર્ડની લીમીટ બે લાખથી વધારીને ત્રણ લાખ કરી દઈશું તેવું કહ્યું હતું અને જે બાદ ફોન કપાઈ ગયો હતો જે બાદ થોડી વાર પછી તેમનો સામેથી ફોન આવ્યો અને તેમના પતિને ક્રેડિટ વધારવા સહમત કરી ઓટીપી માંગ્યો હતો. જે ઓટીપી આ વૃદ્ધ દંપત્તિએ તે અજાણ્યા શખ્સને આપ્યા બાદ તુરંત જ તેમના ખાતામાંથી રૂ.99,274 ડેબિટ થઈ ગયા અંગેનો મેસેજ આવ્યો. જેથી દંપત્તી મુંબઈ રહેતા તેમના દિકરના જાણ કરતા તેમની સાથે છેતરપિડી થઈ હોવાનુ માલુમ પડ્યું હતું. જે બાદ બીજા દિવસે તેમણે તેમનું ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું. જે બાદ આજે જરૂરી પ્રોસેસ પૂર્ણ થયાં બાદ દંપત્તી સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...