તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સાતમ-આઠમ આવી છતાં આશા વર્કર્સ કોરોના મહેનતાણાથી વંચિત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંદોલન કરવાનો પણ નિર્ણય કરાયો
  • 40 હજાર આશાવર્કર્સ-ફેસીલીએટર બહેનોને 10 માસથી કોરોના મહેનતાણું ચૂકવાયું નથી

સીટુ સંકલિત ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા સાતમ-આઠમના પર્વ આવે એટલે 40 હજાર જેટલા આશા વર્કર્સ અને ફેસીલીએટર બહેનોને કોરોનાની કામગીરી માટેનું ભથ્થું જે 10 માસથી ચૂકવાયું નથી તે ચૂકવવા રજૂઆત થયેલી પણ હજી આ 10 માસનું મહેનતાણું ન ચૂકવાતા હવે ભારે આક્રોશ સાથે નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય પ્રધાન, આરોગ્ય કમિશનર સમક્ષ આંદોલન કરવા ચીમકી આપી છે.

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાના રોગચાળા વખતે સતત કામગીરી બદલ આશા વર્કરને રૂા.1,000 અને ફેસીલીએટરને રૂા.500 ચૂકવવા નિર્ણય કરાયો હતો પણ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં 10 માસથી, વડોદરા જિલ્લામાં 10 માસથી અને સમગ્ર ગુજરાતમાં પાંચ માસથી આશા વર્કર્સ અને ફેસીલીએટર બહેનોને કોરોનાની કામગીરી માટેનું ભથ્થું હવે સાતમ-આઠમના તહેવાર આવ્યાં છતાં ચૂકવાયું નથી.

આથી આક્રોશ સાથે હવે આંદોલન કરવાનો નિર્ણય કરાયો છે તેમ યુનિયનના મહામંત્રી અશોક સોમપુરા વિગેરેએ જણાવ્યું છે. અમદાવાદ કોર્પોરેશન તથા રાજકોટ કોર્પો.માં કોરોનાની કામગીરીના આશા વર્કર તથા આંગણવાડી વર્કરને 8 માસથી દૈનિક રૂા.150 લેખે નકકી કર્યા મુજબના ચૂકવણા હજી થયા નથી.

અન્ય સમાચારો પણ છે...