તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:આશા વર્કર બહેનોનું કોરોના ભથ્થુ 9 મહિનાથી અધ્ધરતાલ

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્યાય અંગે આરોગ્યમંત્રી સમક્ષ રજુઆત
  • રોજિંદા રૂ. 33 ની રકમ 300 કરવાની પણ માંગ છેલ્લા બે વર્ષથી તેઓની સતત 8 કલાક કામગીરી

સમગ્ર દેશમાં કોરોના ની મહામારી શરૂ થઈ ત્યારથી મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ સહિત આશા વર્કરો વગેરે પણ સતત કામગીરી કરી રહ્યા છે. છેલ્લા 9 મહિનાથી આશા વર્કર અને ફેસીલીએટર બહેનોને કોવિડ ભથ્થા ની ચુકવણી ન થતાં સી.આઇ.ટી.યુ. દ્વારા આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત દૈનિક રૂ. 33 ની રકમ 300 કરવાની પણ માંગણી કરવામાં આવી છે.

સી.ટુ. સંકલિત ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન નાં મહામંત્રી અશોક સોમપુરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના ની પરિસ્થતિ માં, છેલ્લા બે વર્ષથી તદ્દન નજીવા વળતરથી ઘરે ઘરે કોરોના સર્વે, ટેસ્ટ, રસીકરણ અને સંક્રમિત દર્દીઓને સેવા પૂરી પાડતી આશા વર્કર માટે ગામડે ગામડે સવારે 9 થી સાંજે 5 સુધી ફરજ બજાવીને કામગીરી કરવામાં આવી છે.

આશા વર્કર બહેનોને માસિક 10 હજાર ( દૈનિક 33 રૂ.) તથા ફેસીલીએટર બહેનોને 5 હજાર ( દૈનિક 20 રૂ.) ચૂકવવાનાં સરકારે નક્કી કર્યા છે. પરંતુ તે રકમ પણ ઑક્ટોબર 2020 થી ચૂકવવામાં આવેલ નથી. 9 મહિનાથી કોરોના ભથ્થુ ન ચૂકવાયેલ હોવા છતાં ફરજીયાત કામ લેવામાં આવતું હોવાથી તેઓ રોષે ભરાયા છે.

સમગ્ર દેશમાં કોરોનાના કપરા કાળમાં સતત કામગીરી બજાવી લોકોના જીવ બચાવનારા આશાવર્કર અને ફેસીલીએટર બહેનોને કોવિડના ભથ્થાનું ચુકવણુ ન કરીને અન્યાય કરાયો છે. તે અંગે રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...