ભાસ્કર એનાલિસીસ:વર્ષ વધ્યુ વિકાસ જૈસે થે : ટોપ-10માં આવવા સ્વચ્છતાનું બજેટ વધારવાને બદલે ઘટાડયું

ભાવનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર મહાનગરપાલિકાએ બજેટમાં નાગરિક સુવિધાની ગ્રાંટમાં 40 કરોડ, સ્વચ્છતામાં 13.5 કરોડ ઘટાડ્યા
  • કંસારા​​​​​​​, રૂવા, રવેચી, ફ્લાયઓવર, શિક્ષણ સમિતિના CCTV સહિતના કામો બજેટમાં મુકી વિકાસના ગુણગાન ગવાય છે પણ કામ નહીં થતા પરિણામ મળતું નથી

ભાવનગર શહેરના વિકાસ માટે કોર્પોરેશન દ્વારા બજેટમાં આગામી વર્ષનું પ્લાનિંગ કરી નાખ્યું છે. આગામી ચુંટણીને અને ભાવનગરના પ્રજાજનોની સુવિધાને નજર અંદાજ કરી વિકાસનો અંદાજ કાઢ્યો હોય તેમ વર્ષ 2022-23 ના અંદાજપત્રમાં ગત વર્ષે પૂર્ણ નહીં કરેલા અને શરૂ નહીં કરેલા કામોનો સમાવેશ કરવા સાથે સ્વચ્છતા અને સુવિધામાં વધારો નહીં ઘટાડો કરવામાં આવ્યો છે.

અને રૂ.142.41 કરોડની પુરાંતવાળું બજેટ સ્ટેન્ડીંગ કમિટીએ મંજુર કરી સાધારણ સભામાં મોકલ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાની સારી કામગીરીને કારણે ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગરે 42થી આગળ આવી 19માં નંબરનું સ્થાન મળવ્યું છે અને આગામી વર્ષે ભાવનગરનો સ્વચ્છતામાં ટોપ-10માં સમાવેશ કરવાનો છે ત્યારે સ્વચ્છતાના બજેટમાં વધારો કરવાને બદલે કોર્પો.ના બજેટમાં ઘટાડો કરાયો છે.

પરંતુ વાસ્તવમાં કોઈ નવા આવકના સ્ત્રોત વગર કમિશનર દ્વારા રજૂ કરેલા આવકના ટાર્ગેટને વધારી ભાવનગરનો વિકાસ નક્શો દોર્યો છે. ખરેખર તો ગત વર્ષ 2021-22 ના બજેટની જોગવાઈઓને આ વર્ષના બજેટમાં પુનઃ સમાવિષ્ટ કરી છે.

તદુપરાંત જરૂરી નાગરિક સુવિધા પુરી પાડવા કે નવા કામો કરવા કેપીટલ ખર્ચ આગામી વર્ષમાં કરવાના છે તેમાં ઘણાં ખરામાં ઘટાડો કર્યો છે. ભારે વરસાદની ગ્રાન્ટ 3 કરોડ હતી તે ઘટાડી 2 કરોડ કરી, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ગત વર્ષે રૂ.140 કરોડ ફાળવ્યા જે આ વર્ષના બજેટમાં 40 કરોડ ઘટાડી રૂ.100 કરોડ જ ફાળવણી કરી છે.

જ્યારે જનભાગીદારીથી સોસાયટીઓમાં કરવાના વિકાસ કામો જે લોકો પાસેથી રૂપિયા લઈને તેમાં કોર્પોરેશન અને સરકાર ફાળો આપે છે તેમાં 6 કરોડનો વધારો કરી રૂ.10 કરોડ કર્યા છે. જ્યારે ઘણાં વિકાસ કામો જેવા કે, કંસારા શુદ્ધિકરણ, રૂવા રવેચી ધામ ડેવલોપમેન્ટ, ફ્લાયઓવર, શિક્ષણ સમિતિ કચેરીમાં સી.સી.ટીવી કેમેરા, સહિતનું છેલ્લા ઘણાં બજેટમાં ફાળવવામાં આવે છે.

પરંતુ ઘણાં કામ શરૂ નથી થયા તો ઘણાં પુરા નથી થયા. જ્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સ્વચ્છ ભારત મીશન માટે ગત વર્ષે રૂ. 17.44 કરોડ ફાળવ્યા હતાં. જ્યારે આ વર્ષે ઘટાડો કરી રૂ.4.09 કરોડ જ ફાળવ્યા છે. એક તરફ દેશભરના સ્વચ્છ શહેરોની સ્પર્ધામાં અવ્વલ રહેવાના પ્રયાસ કરે છે જ્યારે બીજી તરફ સ્વચ્છતા પાછળ ખર્ચ ઘટાડો કર્યો છે.

કેમાં કર્યો ઘટાડો, ના કર્યો સુધારો ?

વિગતવર્ષ 21-22વર્ષ 22-23
રસ્તા રિપેરિંગ250200
ફુટપાથ રિપેરિંગ150150
કોર્પો. સ્કુલ બિલ્ડીંગ200200
વરસાદ ગ્રાન્ટ300200
શહેરી વિકાસ યોજના1400010000
ટાઉનહોલ,બાલવાટીકા600100
રવેચીધામ વિકાસ200200
ફ્લાયઓવર50005000
શિક્ષણ સમિતિ CCTV150150
સ્વચ્છ ભારત મિશન1744409
પાંચ યુપીએચસી350350

રકમ રૂપિયા લાખમાં

અન્ય સમાચારો પણ છે...