તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન વિભાગની આગાહી:પવનની ઝડપ વધતા આજથી ઠંડી વધશે, મહત્તમ તાપમાન વધીને 29.1 ડિગ્રી થયું

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 48 કલાક પૂર્વે લઘુત્તમ ઉષ્ણતામાન 14.5 ડિગ્રી હતુ તે રવિવારે વધીને 17 ડિગ્રી થયું

ભાવનગર શહેરમાં ઉત્તર દિશાના ઠંડા પવનની દિશા બદલાતા બે દિવસમાં ઠંડીનો પ્રકોપ ઘટી ગયો છે. છેલ્લાં 48 કલાકમાં શહેરનું લઘુત્તમ ઉષ્ણતામાન 2.5 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 17 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી જતાં શીતલહેર કુણી પડી ગઇ છે. બીજી તરફ સોમવારથી ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે. જેના પગલે 31 ડિસેમ્બર સુધી ઠંડીનો માહોલ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 28.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું તુ જે આજે વધીને 29.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જેથી બપોર પંખા ફરવાનો આરંભ થલ ગયો છે. જ્યારે 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન15.9 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 17 ડિગ્રી થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 51 ટકા હતુ તે આજે ઘટીને 27 ટકા થઇ ગયું હતુ. જો કે પવનની ગતિ ગઇ કાલે 6 કિલોમીટર હતુ તે આજે વધીને 14 કિલોમીટર થઇ ગઇ હતી. હવે ઉત્તર દિશાના ઠંડા પવન શરૂ થતા સોમવારથી ફરીથી ઠંડીનું પ્માણ વધે તેવી આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો