વાતાવરણમાં પલટો:પવનની દિશા બદલાતા રાત્રે તાપમાન વધીને 15 ડિગ્રી થયુ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં મહત્તમ તાપમાન વધીને 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ

ભાવનગર શહેરમાં પવનોની દિશા બદલાતા ઠંડીમાં પણ છેલ્લા બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનોના પગલે હવે પશ્ચિમના પવનો ફુંકાઈ રહ્યાં છે. ત્યારે આજે મંગળવારે ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ઉત્તર-પૂર્વના ઠંડા પવનો આગામી દિવસોમાં ફરી એક વખત ચાલુ થતા ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. જ્યારે બપોરે તાપમાનનો પારો 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયો હતો. જો કે આજે પવનની ઝડપ વધીને 12 કિલોમીટર થઇ ગઇ હતી.

ભાવનગર શહેરમાં પવનની દિશા બદલાતા શીતલહેર શમી ગઇ છે. શહેરમાં મહત્તમ તાપમાન ગઇ કાલે 27.1 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તે આજે વધીને 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 14.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે વધીને 15 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. આમ, પતંગ પર્વની ઉજવણી બાદ ઠંડીની તીવ્રતા દિન-પ્રતિદિન ઘટી રહી છે.

શહેરમાં ગઇ કાલે પવનની ઝડપ ઘટીને 6 કિલોમીટર થઇ ગયેલી તે આજે વધીને 12 કિલોમીટર નોંધાઇ હતી.

ભાવનગરમાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન તાપમાન વધવાની શક્યતા હોવાથી ઠંડીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 52 ટકા હતુ તે આજે ઘટીને 42 ટકા થઇ ગયું હતુ.

રાત્રે તાપમાનમાં વધારો

તારીખલઘુત્તમ તાપમાન
18 જાન્યુઆરી15.0 ડિગ્રી
17 જાન્યુઆરી14.2 ડિગ્રી
16 જાન્યુઆરી12.9 ડિગ્રી
15 જાન્યુઆરી10.4 ડિગ્રી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...