તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાદળછાયું વાતાવરણ:સૂર્ય ગાયબ થતાં બપોરનું તાપમાન 2.6 ડિગ્રી ઘટી ગયું

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે તાપમાન ઘટીને 23.4 ડિગ્રી સેન્ટિગ્રેડ રહ્યું
  • ભાવનગરનું મહત્તમ તાપમાન ઘટીને 32.9 ડિગ્રી થઈ ગયું, ભેજનું પ્રમાણ 73 ટકા નોંધાયું

શહેરમાં રવિવારની મોડી રાત બાદ દોઢ ઇંચથી વધુ વરસાદ વરસી જતા તેની અસર આજે તાપમાન પર જોવા મળી હતી. આજે બપોરે શહેરનું મહત્તમ તાપમાન ઘટીને 32.9 ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયું હતું જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન પણ ઘટીને 23.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

ભાવનગર શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું પરંતુ ગઈ કાલે મોડી રાત બાદ દોઢ ઇંચ વરસાદ વરસી જતા આજે શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 32.9 ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયું હતું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 27.4 ડિગ્રી સેન્ટિગ્રેડ હતું તે સડસડાટ ચાર ડિગ્રી ઘટીને 23.4 ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 13 ટકા વધીને આજે 73 ટકા નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...