તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે જિલ્લામાં 84 કોરોના પોઝિટિવ કેસ આવ્યા

ભાવનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવના 667 દર્દીઓ સારવાર હેઠળ
 • પાલિતાણાના જૂના સરોડ ગામે મહિલાનું કોરોનાથી મોત
 • ભાવનગર શહેરમાં 61 અને તાલુકાઓમાં નવા 23 પોઝિટિવ કેસનો થયેલો ઉમેરો

બે દિવસ પહેલા તા.6 એપ્રિલે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીના રેકર્ડબ્રેક 94 પોઝિટિવ કેસ નોંધાયા બાદ ગઇ કાલે કેસની સંખ્યા ઘટીને 90 થઇ હતી જે આજે વધુ ઘટીને 84 થઇ હતી. જો કે હજી સમગ્ર જિલ્લામાં કોરોનાનો અજગરી ભરડો યથાવત છે. આજે શહેરમાં 61 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 23 પોઝિટિવ કેસ મળ્યા હતા. જ્યારે પાલિતાણા પંથકના જૂના સરોડ ગામે 48 વર્ષીય મહિલાનું સરકારી ચોપડે કોરોનાથી મોત દર્શાવાયું હતુ. જેથી આજ સુધીમાં સમગ્ર જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા 75 થઇ ગઇ છે.

ભાવનગર શહેરમાં આજે 61 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 39 પુરૂષ અને 22 મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે 28 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેમાં 20 પુરૂષ અને 8 મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં હાલ 513 દર્દીઓ કોરોનાની સારવારમાં છે.

તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે 23 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સિહોરના ગઢુલામાં 62 વર્ષીય મહિલા, સોનગઢમાં 37 વર્ષીય મહિલા, મહુવામાં 55 વર્ષીય પુરૂષ અને 57 વર્ષીય મહિલા, પાલિતાણાના આદપરમાં 40 વર્ષીય પુરૂષ, ભાવનગરના નવા રતનપરમાં 30 વર્ષીય પુરૂષ, તળાજામાં 52 વર્ષીય મહિલા, ઉમરાળાના લંગાળામાં 62 વર્ષીય પુરૂષ, તળાજાના હબુકવડમાં 50 વર્ષીય પુરૂષ, ઉમરાળાના પરવાળામાં 40 વર્ષીય પુરૂષ, વલ્લભીપુરના કાળા તળાવમાં 48 વર્ષીય મહિલા, પાલિતાણાના વાળુકડ(પા)માં 44 વર્ષીય પુરૂષ, ઉમરાળાના રંઘોળામાં 45 વર્ષીય મહિલા, પાલિતાણામાં 26 વર્ષીય મહિલા, તળાજાના સરતાનપરમાં 52 વર્ષીય મહિલા, ઉમરાળાના લંગાળામાં 70 વર્ષીય મહિલા, ઘોઘાના નથુગઢમાં 40 વર્ષીય પુરૂષ, મહુવાના રાણીવાડામાં 45 વર્ષીય પુરૂષ, પાલિતાણાના નાની રાજસ્થળીમાં 38 વર્ષીય પુરૂષ, સિહોરના પાંચવડામાં 60 વર્ષીય મહિલા, તળાજાના ફુલસરમાં 31 વર્ષીય પુરૂષ, ભાવનગરના કરદેજમાં 65 વર્ષીય પુરૂષ અને પાલિતાણામાં 38 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. આજે 16 દર્દીઓ ગ્રામ્ય અને તાલુકા ક્ષેત્રે કોરોનામુક્ત થયા હતા.

ખાનગી હોસ્પિટલમાં 229 બેડ ખાલી હોવાનો તંત્રનો દાવો
ભાવનગર શહેર અને જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે સરકારી તો ઠીક પરંતુ ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર માટે બેડ ખાલી નહીં હોવાનો રોષ ફેલાયો છે જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સારવાર માટે 16 ખાનગી હોસ્પિટલને મંજૂરી અપાઈ છે જેમાં કુલ 433 બેડની વ્યવસ્થા ઉભી કરાઈ છે અને હાલમાં 229 બેડ ખાલી હોવાનો દાવો કરે છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન વધતા જતાં કોરોનાના કેસ માટે સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓની સારવાર માટે સંસાધનો ઓછા પડે છે. આવી પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં કુલ 16 હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે માન્યતા આપેલી છે. આ 16 હોસ્પિટલમાં જનરલ 162, એચ.ડી.યુ. 194, આઈ.સી.યુ.74, એન.આઈ.સી.યુ. 3 મળી કુલ 433 બેડની મંજૂરી આપવામાં આવી છે. આજના દિવસે ખાનગી હોસ્પિટલમાં કુલ 204 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેથી 229 બેડ હજું ખાલી હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો