તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત, આજે જિલ્લામાં 60 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે 26 દર્દીઓ કોરોનામુક્ત થયા

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં નોંધાયેલા કુલ 7,031 કોરોનાના કેસો પૈકી 428 દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામાં આજરોજ 60 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 7,031 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 29 પુરૂષ અને 14 સ્ત્રી મળી કુલ 43 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં 18 અને તાલુકાઓમાં 8 કેસ કોરોના પોઝિટિવ

જ્યારે તાલુકાઓમાં સિહોર ખાતે 1, પાલીતાણા ખાતે 1, ઉમરાળા તાલુકાના વાંગધ્રા ગામ ખાતે 1, સિહોર તાલુકાનાં સણોસરા ગામ ખાતે 3, તળાજા તાલુકાનાં ઠળિયા ગામ ખાતે 1, સિહોર તાલુકાના રામધરી ગામ ખાતે 1, વલ્લભીપુર તાલુકાના રાજપરા ગામ ખાતે 1, મહુવા ખાતે 1, ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામ ખાતે 1, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે 1, ઉમરાળા તાલુકાના લંગાળા ગામ ખાતે 2, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામ ખાતે 1, તળાજા તાલુકાના સથરા ગામ ખાતે 1 તેમજ ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામ ખાતે 1 કેસ મળી કુલ 17 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 18 અને તાલુકાઓમાં 8 કેસ મળી કુલ 26 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 7,031 કેસ પૈકી હાલ 428 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 71 દર્દીઓનું અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો