મોંઘવારી:દિવાળી નજીક આવતા ટીંડોરા અને દૂધીના કિલોના ભાવ રૂા.80ને આંબ્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મધ્યમ વર્ગના પરિવારો માટે મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે પેટ્રોલ રાંધણ ગેસ અને ખાદ્યતેલ બાદ હવે શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું કિચન બજેટ વિખાઈ ગયું છે. શાકના ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગીય ગૃહિણીઓ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. આ ભાવ વધારાને લીધે રોજ શાકમાં શું રાંધવું તે પ્રશ્ન થઈ ગયો છે.‌દિવાળી નજીક આવતાની સાથે જ કોણ જાણે બજારમાંથી શાકભાજી ગાયબ થઇ ગયા છે. શાકભાજીના ભાવમાં તોંતીગ ઉછાળો આવ્યો છે. જેથી મોંધવારોનો માર સહન કરી રહેલા મધ્યમ વર્ગના લોકોનુ કીચન બજેટ અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે.

એક બાજુ દિવાળીના તહેવારો હોય ત્યારે શાકભાજીના ભાવો આસમાને પહોંચતા મધ્યમ વર્ગનુ કીચન બજેટ ખોરવાઇ ગયુછે. સપ્તાહ પહેલા ટીંડોરા રૂા.40 થી 70ના કિલો મળતા હતા તે અત્યારે રૂા.80 થી 120, તુરીયા રૂા.60ના કીલો મળતા હતા તે અત્યાારે રૂા.80, દૂધી રૂા.30ની કિલો વાળી રૂા.80, લીલા વટોણા રૂા.200 થઇ જતા જમણની થાળીમાંથી શાકભાજી ઓછા અથવા તો ગાયબ થઇ ગયા છે. સામાન્ય માનવી, દર્દી અને ભોજનશાળામાં વપરાતી દૂધીના ભાવો ડબલ કરતા વધુ થઇ ગયા છે સપ્તાહ પહેલા રૂા.30માં પ્રતિ કિલો મળતી દૂધી રૂા.80 પહોંચી જતા સામાન્ય માનવીની થાળી મોંધી થઇ છે.

શાકભાજીના ભાવો
શાકનુ નામપહેલાઅત્યારે
ટીંડોરા40-7080-120
તુરીયા6080
ચોળી60100
ગુવાર60100
ફલાવર50100
સરગવો60100
દૂધી3080
ભીંડો60100
કોબી3050
ટમેટા4070
બટેટા2025
અન્ય સમાચારો પણ છે...