બેદરકારી:કોરોનાનો ડર ચાલ્યો જતા બીજા ડોઝ માટે લોકોની નિરસતા વધી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજના બે થી ત્રણ હજાર સેકન્ડ ડોઝના ડ્યૂ થાય છે

કોરોનાનો ભય ચાલ્યો જતા લોકો કોરોના સંદર્ભે નિષ્ક્રિય અને વેક્સિન માટે બેજવાબદારી દાખવી રહ્યા છે. કોરોના મહામારી સમયે ડરને કારણે લોકોએ પ્રથમ ડોઝમાં જાગૃતિ દાખવતા 100 ટકા તંત્રનો ટાર્ગેટ પૂર્ણ કર્યો પરંતુ હવે બીક નહી રહેતા બીજા ડોઝની તારીખ ચાલી જવા છતાં લોકો વેક્સિન લેતા નથી. આજની તારીખે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજા ડોઝની તારીખ ચાલી ગઈ હોય છતાં રસી લેવા ના ગયાં હોય તેવા 70,000 લોકોએ બેદરકારી દાખવી છે. અને તે આંકડો રોજે રોજ વધતો જાય છે.

ભય વગર પ્રિત નહીંની જેમ કોરોનાનું અતિશય સંક્રમણ ફેલાયું હતું અને લોકો ટપોટપ મરતા હતાં ત્યારે વેક્સિન સિવાય અન્ય કોઈ રસ્તો નહીં સુજતા લાંબો સમય લાઈનમાં ઉભા રહીને અને ઓનલાઇન સ્લોટમાં બે પાંચ દિવસ વેઇટિંગમાં રાહ જોયા બાદ વેક્સિન લેવા પહોંચી જતાં હતાં. પરંતુ હવે કોરોનાનું સંક્રમણ ઘટીને નહિવત્ જેવું થઈ ગયું છે. અને કોરોનાને કારણે મોત તો છેલ્લા ઘણાં સમયથી થયા જ નહીં હોવાથી લોકો પણ કોરોના માટે નિશ્ચિંત થઈ ગયા છે.

બીજા ડોઝ માટે નિરસ, ટેલિફોનિક સંપર્ક સાધીએ છીએ
લોકોએ કોરોના વેક્સિન માટે પ્રથમ ડોઝમાં જે રીતે જાગૃતિ દાખવી હતી તે પ્રમાણે બીજા ડોઝમાં જાગૃતિનો અભાવ છે. ડ્યૂ ડોઝના રોજે રોજ આંકડાઓ વધી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓ લાભાર્થીઓને ટેલિફોન દ્વારા સંપર્ક સાધીને બીજો ડોઝ લેવા માટેની જાણ પણ કરે છે. > ડો.આર.કે.િસન્હા, મુખ્ય આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...