સભા:અરવિંદ કેજરીવાલ આવતીકાલે ભાવનગરમાં, સભા સંબોધશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણતરીના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની છે ત્યારે રાજકીય પક્ષો માટે ભાવનગર હોટ ફેવરિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના ભણકારા વચ્ચે રાજકીય પક્ષો દ્વારા રાજકીય કાર્યક્રમો અને જાહેર સભાઓ માટે દોડધામ ચાલુ કરી દીધી છે. રાજકીય પક્ષો માટે ભાવનગર મુખ્ય કેન્દ્ર બન્યું હોય તેમ રાજકીય પક્ષોના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ વારંવાર ભાવનગરમાં પડાવ નાખી રહ્યા છે. ભાવનગરમાં ત્રીજીવાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આગામી તા.16ને રવિવારે આવશે અને જાહેર સભા સંબોધશે.

વિધાનસભાની ચૂંટણી માટે ભાવનગર હોટ ફેવરિટ હોય તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાવનગર પર દૃષ્ટિ કેન્દ્રિત કરી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ લઠ્ઠાકાંડ સમયે દોડી આવ્યા બાદ યુવાનો સાથે સંવાદનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ચૂંટણી હવે સાવ ઢુંકડી છે ત્યારે અંત સમય સુધી લડી લેવાના મુડમાં હોય તેમ આગામી તારીખ 16ને રવિવારે શહેરના ચિત્ર સ્વામિનારાયણ મંદિર પાસેના મેદાનમાં બપોરે 2 કલાકે અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન જાહેર સભા સંબોધશે.

તાજેતરમાં સરકારી શાળાઓ સંદર્ભે પાટીલ અને મનીષ સિસોદિયા વચ્ચે વાક્યુધ્ધ દરમિયાન પણ ભાવનગરને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું અને ગુજરાતની સરકાર શાળાઓની મુલાકાતનું આમંત્રણ સ્વીકારી સર્વપ્રથમ કેબિનેટ શિક્ષણ મંત્રીના ભાવનગરના વિસ્તારમાં સરકારી શાળાઓની મુલાકાત દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...