ભાવનગરની ભૂમિ પ્રમુખ સ્વામિ મહારાજને બહુ પ્રિય હતી અને આ પંથકના હરિભક્તો પર તેમની વિશેષ કૃપા વરસી હતી અને ભાવનગરમાં પ્રમુખ સ્વામી મહારાજે સૌથી મહત્વની ભેટ જો આપી હોય તો તે છે કલાત્મક ધાર્મિક અક્ષરવાડીનું મંદિર. આજે તો આ અક્ષરવાડી ભાવનગરની આગવી ઓળખ બની ગયું છે. જયાં રોજ હજારો દર્શનાર્થીઓ આવીને પોતાની જાતને ધન્ય ગણે છે.
ઇ.સ.2006ના વર્ષમાં અક્ષરવાડીનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. અક્ષરવાડીમાં હજારો હરિભક્તો સત્સંગરૂપી શાંતિ મેળવે છે. અક્ષરવાડીમાં વિદ્યાર્થીઓ, બાળકથી લઇને વૃદ્ધજન સૌ કોઇમાં ધાર્મિક સંસ્કારનું સિંચન થાય છે.
અક્ષરવાડીમાં રવિ સભા સહિત અનેકવિધ ધાર્મીક-સામાજિક પ્રવૃતિઓ થાય છે બાળકોથી લઇને સૌ કોઇમાં સંસ્કારનું સિંચન થાય છે. શહેરના વાઘાવાડી રોડ પર આવેલા અક્ષરવાડીમાં માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ થાય છે એવું નથી પરંતુ શૈક્ષણિક અને સામાજિક સ્તરની હકારાત્મક પ્રવૃત્તિઓ પણ વખતો વખત થતી રહે છે.
અક્ષરવાડીમાં 97 કલાત્મક સ્તંભો છે
આ મંદિર પરંપરાગત હિન્દુ સ્થાપત્ય અનુસાર ત્રણ ગુંબજ સાથે બનાવવામાં આવ્યું હતું. તે શિલ્પ શાસ્ત્રો અનુસાર રચાયેલ છે. અક્ષરધામ મંદિરમાં 97 કલાત્મક સ્તંભો, 17 અલંકૃત ગુંબજ, 220 પથ્થરની બીમ, 57 પથ્થરની સ્ક્રીન, 3 પોર્ટિકો અને હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક વ્યક્તિત્વની 256 મૂર્તિઓ છે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર એક મુખ્ય ધાર્મિક સ્થળ છે જે ઘણા વર્ષોથી આધ્યાત્મિક જ્ઞાન માટેનું સ્થળ બની ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.