છેતરપિંડી:તળાજા માર્કેટ યાર્ડમાં ગઠિયાએ ખેડૂતને ભોળવી છેતરપિંડી આચરી

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

તળ‌ાજા માર્કેટ યાર્ડમાં આજે સોયાબીન વેચવા માટે આવેલા ખેડુત સાથે એક ગઠિયાએ પરિચય કેળવી ચા પીવા લઈ જઈ રૂ. 21,000ની થોડીવાર માટે માંગણી કરી બેંકમાંથી ઉપાડીને આપી જઉં તેમ કહી છૂમંતર થયો હતો. જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

ભદ્રાવળ-3 ગામના ખેડુત જેઠાભાઈ રામજીભાઈ કાબા આજે તળાજા માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન વેચવા આવ્યા હતા ત્યારે એક શખ્સે પોતે ભુંભલીનો હોવાનો અને તેમનો સગો થતો હોવાનું કહી ચા પીવા લઈ ગયા બાદ તેમને વાતોમાં ભોળવી થોડીવાર માટે રૂ. 21,000ની જરૂર છે જે તેમને હમણાં બેંકમાંથી ઉપાડીને આપવાનું કહી લઈ ગયો હતો. જે બાદ ઘણીવારે આ શખ્સ પરત નહી ફરતા ખેડુત સાથે છેતરપિંડી થયાનું માલુમ થયું હતું.

ઉલ્લેખનિય છે કે, તળાજા માર્કેટયાર્ડમાં અગાઉ પણ આવો બનાવ બની ચુક્યો છે. જેમાં સાંગાણાના ખેડુત સાથે પણ બની ચુક્યો છે. એ સિવાય તરસરાના ખેડુત જેશંકરભાઈ કરશનભાઈ જાની સાથે પણ આવી રૂ. 15,000ની છેતરપિંડી થઈ હતી. જે બાદ આજે ફરી વધુ એક ખેડુત સાથે રૂ. 21,000ની ઠગાઈ થઈ છે. જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

અન્ય સમાચારો પણ છે...